Abtak Media Google News

વર્ક પ્લેસ પર જાતિય સતામણી થઈ હોવાની ફરિયાદ કરનાર કેન્દ્રીય મહિલા કર્મચારીને હવે ૯૦ દિવસની ચાલુ પગારે રજા મળશે. આ સમયગાળામાં કેસની તપાસ કરવામાં આવશે. આ રજા સેકસયુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્ક પ્લેસ એકટ ૨૦૧૩ હેઠળ અપાશે.

ઘણી વખત જાતિય સતામણીના કેસમાં ફરિયાદ કરનાર મહિલાને આરોપી તરફી ધમકીઓ અપાતી હોય છે. પીડિત મહિલા નોકરીએ રજા ન પાડી શકતી હોવાી આવી ફરિયાદો ધમકીના ડરી પરત ખેંચી લે છે માટે આવા બનાવ ન બને તે સુનિશ્ર્ચિત કરવા સરકારે મહિલાઓને સતામણીના કેસમાં ૯૦ દિવસની ચાલુ પગારે રજા આપવાનું નકકી કર્યું છે. અલબત આ રજા ઈન્ટરનલ કમીટી કે લોકલ કમીટી દ્વારા કરાયેલી ભલામણને અનુસંધાને આપવામાં આવશે.

મહિલાઓને રાહત આપવા સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસ (લીવ) અમેન્ડમેન્ટ રુલ્સ ૨૦૧૭માં ફેરફાર કર્યા છે. ગત ડિસેમ્બરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગ દ્વારા કામના સ્ળે મહિલાઓ સો તી જાતિય સતામણી સામે પગલા લેવાના ભાગ‚પે કડક નિયમો બનાવ્યા હતા. મહિલાઓ આવી સતામણીી બચી શકે તે માટે રક્ષણ આપવાનો નિર્ધાર સરકારે કર્યો છે. સતામણીના કેસમાં તપાસ ૩૦ દિવસની અંદર કરવાની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.