Abtak Media Google News

SBI પોતાના ગ્રાહકોને અવારા નવાર સારા સમાચાર આપે છે ત્યારે SBI એ વધુ એક વખત ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે.

દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ અકાઉન્ટ બેલેન્સ મેઇન્ટેઇન ન કરવા પર લાગતી પેનલ્ટીમાં 75% સુધી ઘટાડો કર્યો છે. એવામાં હવે કોઇપણ કસ્ટમરને 15 રૂપિયાથી વધુ પેનલ્ટી નહીં આપવી પડે. અત્યાર સુધી આ રકમ વધુમાં વધુ 50 રૂપિયા હતી. બેન્ક કસ્ટમરને ઘટેલી પેનલ્ટીનો ફાયદો એક એપ્રિલથી મળશે.

Customers Of Merged Sbi Banks Have 20 Days To Get New Cheque Booksએસબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, પેનલ્ટી ચાર્જ તમામ પ્રકારના બ્રાન્ચ કસ્ટમર માટે ઘટાડવામાં આવ્યો છે. એટલે એનો ફાયદો મેટ્રો, શહેરી અને ગ્રામીણ તમામ વિસ્તારોના કસ્ટમર્સને મળશે. બેંકનો દાવો છે કે આ પગલાથી એસબીઆઇના 25 કરોડ કસ્ટમરને સીધો ફાયદો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.