Abtak Media Google News

બ્રિજ બનાવવાની અનેક વખત રજૂઆત કરાઈ છતાં પરિણામ શૂન્ય: દરરોજ લોકોના સમય અને ઇંધણનો વેડફાટ

નવલખી ફાટક બંધ થતાં કાયમ વાહનોની લાંબી કતારો જોવા મળે છે.ફાટક બંધ થતાં સર્જાતા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોવાથી દર્દીઓ સમયસર હોસ્પિટલે પહોંચી શકતા નથી.સૌરાષ્ટ્ર કરછને જોડતા આ મુખ્ય હાઈવે પર આવેલી નવલખી ફાટક પાસે બ્રિજ બનાવવા વર્ષોથી માંગણી થતી આવે છે. છતાં તંત્ર એ કોઈ કાર્યવાહી કરી નથી.

Img 20180315 Wa0021સૌરાષ્ટ્ર કરછને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી નવલખી ફાટકથી ઉધોગપતિઓ, દર્દીઓ તેમજ સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આ ફાટક પાસે દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.આજ ની વાત કરીએ તો આજ રોજ સવારે  નવલખી ફાટક બંધ થતાં ફાટક થી પંચાસર ચોકડી સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે ૨ કલાક સુધી અહી ટ્રાફિક જામ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના એક દિવસ પૂરતી નથી. દરરોજ આ ઘટનાનું પુનરાવર્તન થાય છે.

નવલખી ફાટક પાસે સર્જાતા ટ્રાફિક જામના કાયમી પ્રશ્ન ને નિવારવા અનેક લોકોએ બ્રિજ બનાવવાની માંગણી કરી છે.વર્ષોથી થતી આવતી બ્રીજની માંગણી સામે કોઈ અધિકારી કે નેતાએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. દરરોજ ઇંધણ અને સમયના થતાં વેડફાટ થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ત્યારે તંત્ર એ આ અંગે પૂરતું ધ્યાન આપીને તાકીદે પગલાં લેવાની જરૂર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.