Abtak Media Google News

અબોલ જીવો માટે દુઆ કરતા ઉમરા યાત્રીકો: કોમી એકતાનું ઉતમ ઉદાહરણ

હજ જેવી જ પવિત્ર ઉમરા યાત્રા કરવા જતા મુસ્લિમ પરિવારને શ્રીફળ સાકર અને શાલ ઓઢાળી  મુબારકબાદી આપતુ ટંકારા પાંજરાપોળ. તો અબોલ જીવો માટે દુઆ કરતા ઉમરા યાત્રિકો. ઈન્સાનિયત અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ

ઈસ્લામિક પરંપરામાં હજ યાત્રાએ જિંદગી અને ખુદાઈનો અનેરો સંગમ છે. ફકિર શબ્દનો અર્થ જ યોગી અને જોગી થાય જેને ઇસ્લામમાં ખુદાય અને ભક્તિ દ્વારા ભાગ્યને પલટાવી નાખવાની શક્તિ જેનામાં છે તેની જ્ઞાતિના મધ્યમવર્ગી પરિવારના મહોતરમાં હુરબાઈ સરવદી તથા જનાબ હાસમભાઈ ઇસ્માઇલ ભાઈ ઉમરા કરવા જતા હોય એ પૂર્વે તેમના નિવાસ સ્થાન નજીક આવેલ ટંકારાની એકમાત્ર જીવદયા માટે કાર્યરત પાંજરાપોળમાં વર્ષોથી તેઓ સાક્ષીભાવે મદદ કરતાં હોય. પાંજરાપોળ સંચાલક અને મિત્ર મંડળ દ્વારા ટંકારા થી ઉમરાહ કરવા માટે જતા આ પરિવાર તથા અન્ય ૧૦ લોકોને ઉમરાની મુબારકબાદી આપવાનું આયોજન કર્યું હતું. આ તકે પાંજરાપોળના ટ્રસ્ટીગણ રમેશભાઈ મણિયાર. દિલિપભાઈ  પટેલ દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. તો ગાંધી પરીવાર ના બિનાબેન અને પ્રિતી બેન દ્વારા શ્રીફળ અને પળો આપી  મુબારકબાદી અર્પી હતી પાંજરાપોળના સંચાલક રમેશભાઈ ગાંધી દ્વારા કવર અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે ઉમરા જતા મુસ્લિમ પરીવારો હિન્દુ ની લાગણી થી ગળગળા થયા હતા અને તેની પ્રથમ દુવા આ તમામ પાંજરાપોળના અબોલ જીવો માટે કરવા અને  ભગવાન આપ સૌ ને રોજીં. નેકિ. અને ટેકિ આપે એવી પ્રાર્થના કરી હતી. આ સમયે તેઓશ્રી દ્વારા પાંજરાપોળને આર્થિક અનુદાન આપતા આંખો અશ્રુ સાથે  દુઆ અને ખુદા તમામ ની મનોકામના પૂર્ણ કરે તેવી ભાવના વ્યક્ત કરેલ હાજર સર્વ જ્ઞાતિના આજુબાજુના પરિવારજનો અને ખુદાની રહેમિયત લાગણી અને ભક્તિભાવ જોઇ ભાવવિભોર બની બે કોમ વચ્ચે ઈન્સાનિયત અને ભાઈચારાથી પ્રભાવિત થયા હતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.