Abtak Media Google News

લો પ્રેસર અરબી સમુદ્ર તરફ ધકેલાતા વાદળછાયુ વાતાવરણ સર્જાયું: ખેડુતોના પાકને નુકશાન થવાની ભીતી

રાજયના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. રવિવારે મોડી રાત્રે અને આજે વહેલી સવારે રાજયના અમુક જીલ્લાઓમાં વરસાદી છાંટા પડયા હતા અમદાવાદમાં આવેલ પશ્ચિમ વિસ્તાર તેમજ સુરતમાં સવારે માવઠુ પડયું હતું. આ ઉ૫રાંત રાજયના ગાંધીનગરના માણસા, પાટણ અને અંબાજી સહીતના શહેરોમાં હળવા છાંટા પડયા હતા. રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા ઠંડી પ્રસરી ગઇ હતી.

વાતાવરણમા પલટો આવવાનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં લો-પે્રસર સિસ્ટમ બનતા લો-પ્રેસરમાંથી વેલમાર્કમાં પરિવર્તીત થયું છે. લો-પ્રેસર અરબી સમુદ્ર તરફ ધકેલાતા વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે અચાનક અનુભવી હતો. જો કે અચાનક વાતાવરણમાં પલટાથી વિવિધ પક્ષને નુકશાન થવાની ભીતીથી ખેડુતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. કમોસમી વરસાદથી ખેડુતોની ચિંતા વધી છે. ખાસ કરીને રાજગરો, વરીયાળી સહીતના પાકોમાં નુકશાની થવાની ભીતી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે તાપમાન ૩૪ અને ૧પ ડીગ્રી રહેશે તેવું અનુમાન છે. જો કે ર૧મી માર્ચની સાંજે અને રર માર્ચની સવારે વરસાદની સંભાવના છે. જો કે વધુ વરસાદ પડશે નહી તેવી પણ સંભાવના સેવાઇ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.