Abtak Media Google News

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ડીઝલની હોમ ડીલીવરી શરૂ: આ પ્રોજેકટ પૂનેમાં સફળ રહ્યા બાદ તમામ શહેરોમાં લાગુ કરાશે

હાલ, અવનવી ટેકનોલોજીઓના વિકાસથી ઘેર બેઠા કોઈ પણ ચીજ વસ્તુ જેમકે ઘરવખરી તેમજ બેકીંગ સુવિધાઓ સહિતની તમામ સેવાઓ મેળવી શકીએ છીએ ત્યારે હવે, ડીઝલ પણ ઘેર બેઠા મળી શકશે જી. હા, દેશની વિશાળ ઈંધણ વેચનારી આઈઓસીએ (ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને) ડીઝલની હોમ ડીલીવરી શરૂ‚ કરી છે. જો કે, આ સર્વીસ માત્ર પૂણેમાં જ શરૂ’ કરાઈ છે. જે ધીમે ધીમે તમામ સ્થળોએ પણ શરૂ થઈ જશે.

જણાવી દઈએ કે, આ હોમ ડીલીવરી સર્વીસ માટે ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન એક નાના ટેંકરનો ઉપયાગે કરશે જેની બ્રાન્ડ ‘ફયુલ એટ ધ રેટ ડોર સ્ટેપ’ છે. આઈઓસીએ જણાવ્યું કે, આ પ્રકારે ઈંધણની હોમ ડીલીવરી સૌ પ્રથમ પેટ્રોલયમ એન્ડ એકસપ્ઝીવ સેફટી ઓર્ગેનીકેશન પીઈએસઓએ શરૂ કરી હતી.

ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ વિશે એપ્રિલ, ૨૦૧૭માં વિચાર રજૂ કર્યો હતો કે, સરકાર ગ્રાહકોની સરળતા માટે પેટ્રોલ ડીઝલની પણ હોમ ડીલીવરી શરૂ કરશે. હવે આ સેવાની શરૂઆતથી ગ્રાહકોનો સમય બચશે તેમજ પેટ્રોલ પંપ પર થતી ભીડ ખત્મ થશે.

અત્યારે માત્ર ઈન્ડિયન ઓઈલ ડીઝલની જ હોમ ડીલીવરી કરે છે. કારણ કે હાલ પેટ્રોલનું સ્થળાંતર યોગ્ય નથી તેમ કંપનીએ જણાવ્યું હતુ. ઓગષ્ટ ૨૦૧૭માં આઈઓસીનાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર સંજીવ સીંધે કહ્યું કે, ડીઝલ વધુ અગ્રેસીવ હોવાથી તેને એક ચોકકસ મીકેનીઝમમાં નિયંત્રીત કરી શકાય છે. પરંતુ પેટ્રોલનું સ્વરૂપ ડીઝલની જેમ હોતુ નથી આથી માત્ર ડીઝલની જ હોમડીલીવરી યોગ્ય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.