Abtak Media Google News

૧૦ રાજ્યોની યુનિવર્સિટીને શ્રેષ્ઠ કાર્યસિદ્વિ મુજબ સંસ્થાદીઠ રુ.૧૦૦ કરોડની ગ્રાન્ટ અપાશે

શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓના વિકાસ માટે સરકાર તરફથ વિવિધ ગ્રાન્ટ ફાળવાતી હોય છે. ત્યારે હવે સરકારી ગ્રાન્ટ મેળવવા યુનિવર્સિટીઓ તેમજ કર્મચારીઓએ અંદરો-અંદર હરિફાઇ કરવી પડશે. ગ્રાન્ટની મંજુરી માટે હવે વિદ્યાર્થીઓને અપાતી સુવિધા, શિક્ષકોની ગેરહાજરી, લેબોરેટરી, લાયબ્રેરી , તેમજ સંસ્થાનું પરિસર પણ મુલ્યાંકનમાં લેવાશે. કેન્દ્રએ રાષ્ટ્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનના બીજા તબક્કાની નવી માર્ગદર્શિકા સાથેની જાહેરાત કરી છે.

હવે સંસ્થાઓને મળતી ગ્રાન્ટને ચેલેન્જ મોડમાં નાખવામાં આવી છે.

આ યોજના પાંચ વર્ષના પ્લાન મુજબ રાજ્યોની સુવિધા, સમસ્યા અને સગવળતાને ધ્યાનમાં રાખી ૨૦૨૦ સુધી લંબાવવા માટે લોન્ચ કરવામાં આવી છે. રૂ.૯૬૦૪ કરોડના ખર્ચે રાજ્યોની યુનિવર્સિટીની ગુણવત્તા વધારવા માટે નવી જ પદ્વતિ સાથે જાહેર કરવામાં આવી છે.

જેમાંથી પસાર થયેલી ૧૦ યુનિવર્સિટીઓને દરેકને રુ.૧૦૦-૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેવી જ રીતે કર્મચારીઓ અને સ્ટાફની ગુણવત્તા વધારવા માટે નેક રેન્કીંગ ધરાવતા ૭૦ શિક્ષકોને રૂ.૫ કરોડ વ્યક્તિદીઠ આપવામાં આવશે.

તદ્ઉપરાંત રુ.૧૨ કરોડના ખર્ચે ૭૦ નવી ડિગ્રી કોલેજો ખોલવામાં આવશે અને ૭૫ શિક્ષકોને રૂ.૪ કરોડની ગ્રાન્ટ આપી ડિગ્રી કોલેજોનું નવુ મોડલ તૈયાર કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.