Abtak Media Google News

મોનીટરીંગ સિસ્ટમના આધારે હજુ મોટી સુનામી આવવાની દહેશત

આજે વહેલી સવારે ૬.૪ મેગ્નીટયુડનો ભૂકંપ આવતા ઉત્તર ઇન્ડોનિશીયા ફંસાયુ હતું. મોનીટરીંગ સીસ્ટમના આધારે ઇન્ડોનેશિયામાં મોટી સુનામી આવવાની આશંકા છે. જમનની સપાટીથી ૧૭૧ કી.મી. ઉંડાળ  સુધી આ ભૂકંપ પહોચ્યો હતો. ત્યારે ઇન્ડિયન ઓશિયન સુનામી દ્વારા સુનામી માટેનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભૂકંપનું એપિક સેન્ટર બાંદા સી હોવાનું તારણ છે. જે ઇન્ડોનેશિયાના તાનીમ્બાર ટાપુથી રરર કી.મી. તો એમ્બોનથી ૩૮૦ કી.મી.ના અંતરે આવેલું. આજ પ્રમાણે ૨૬ ફેબ્રુઆરીના રોજ ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જો કે કોઇ જાનહાની કે નુકશાન થયું ન હતું.

Advertisement

ઇન્ડોનેશિયા જવાળામુખી અને ટાપુઓની ઘેરાયું પ્રદેશ છે. ત્યારે આ દેશ પર હાલ ખતરાની ઘંટડી વાગી રહી છે. જો કે ઇન્ડોનેશિયામાં ભૂકંપ સામાનય બાબત છે અને દર વખતે નુકશાનીથી રહિત જ હોય છે. ર૦૦૪ ના સમુદ્રી તટ નીચેના ૯.૩ ના ભૂકંપમાં ર લાખ ૨૦ હજાર લોકોના મોત થયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.