Abtak Media Google News

હાલમાં જ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવર વચ્ચેનો ઝઘડો ચર્ચામાં છે. સુનીલ ગ્રોવરે કપિલ સાથે કામ કરવાની ના પાડી દીધી છે. સુનીલ ગ્રોવર અલગથી પોતાના શો કરી રહ્યો છે. તેણે પોતાના નવા શોની જાહેરાત સોશ્યિલ મીડિયામાં કરી છે અને શોનું પોસ્ટર પણ શૅર કર્યું છે. ખાસ વાત એ છે કે કપિલ શર્માનો સપોર્ટર કિકુ શારદા પણ આ શોમાં કામ કરી રહ્યો છે. પોસ્ટરમાં સુનીલ ડૉ. મશહૂર ગુલાટીના રોલમાં તથા કિકુ બમ્પર નર્સના રોલમાં જોવા મળે છે.

સુનીલનો નવો શોઃ

સુનીલ ગ્રોવરના નવા શોનું નામ ‘ડૉ. મશહૂર ગુલાટી કોમેડી ક્લિનિક’ છે. પોસ્ટરમાં સુનીલ ગ્રોવર એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે કિકુ શારદા અને અન્ય આર્ટિસ્ટ પણ છે. આ શો પહેલી એપ્રિલ, 2017ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.