Abtak Media Google News

બ્લેક લિસ્ટ થવાના ડરથી પાકિસ્તાન ભયભીત: એન્ટિ ટેરરીઝમ એકટ ૧૯૯૭માં સુધારા કરવા પાક. સરકારની કવાયત

પાકિસ્તાની ડિપ્લોમેટ્સને વોન્ટેડ જાહેર કરતી એનઆઈએ

નેશનલ ઈન્વેસ્ટીગેશન દ્વારા સૌપ્રથમ વખત પાકિસ્તાનના ડિપ્લોમેટ્સને પણ વોન્ટેડ લીસ્ટમાં જાહેર કરાયા છે. એનઆઈએએ આમીર જુબૈર સીદીકી સહિત ચાર પાકિસ્તાની ડીપ્લોમેટ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં કોલોમ્બોમાં પાકિસ્તાની હાઈ કમિશનના વીઝા કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા અમીર જુબૈર સિદીકીનો સમાવેશ છે. આ ઉપરાંત અમેરિકામાં ૨૬/૧૧ જેવો હુમલો કરતા અને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ ભારતમાં આર્મી એન્ડ નેવી કમાન્ડ પર હુમલો કરતા બે પાક અધિકારીઓ સહિત શ્રીલંકામાં હાઈ કમિશનમાં ફરજ બજાવતા અધિકારીનો પણ સમાવેશ છે. આ ચારેય વોન્ટેડોને એનઆઈએ એ રેડ કોર્નર નોટિસ ફટકારી છે.

ઈસ્લામાબાદ

આતંકીને પાલતા-પોષતા દેશ એવા પાકિસ્તાનને હવે જાણે બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ હાફીઝ સઈદ અને તેના આતંકી સંગઠન જમાત-ઉદ્-દાવા પર કાયમી પ્રતિબંધ લાદવાની તૈયારી દાખવી છે. લાગી રહ્યું છે કે સંયુકત રાષ્ટ્ર દ્વારા હાફીઝ સઈદ અને ડોન દાઉદ ઇબ્રાહીમ સહિત પાકમાં આશરો લઈ રહેલા આતંકીઓની યાદી બહાર પડયા પછી અને પાકમાંથી આતંકીઓનો સફાયો કરવાની અમેરિકાની ધમકી પછી પાક ફફડી ગયું છે.

બ્લેક લીસ્ટ થવાના ડરથી પાકિસ્તાન ડરી ગયું છે અને એન્ટી ટેરીઝમ એકટ ૧૯૯૭માં સુધારા કરવા સંસદમાં બિલ રજુ કરવા કવાયત હાથધરી છે. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ લગાવવા પાકિસ્તાન સંસદમાં એક ખરડો રજુ કરશે. આ કાયદો અમલમાં આવ્યા પછી ગૃહ મંત્રાલયના વોચ લિસ્ટમાં રહેલા આતંકી સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવવા પાક સરકાર વિચારણા કરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.