Abtak Media Google News

દેશભરમાં દલિતો પર કથિત અત્યાચારોની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં ઉપવાસ રાખી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પર ઉપવાસ પર બેઠા. પરંતુ આ દરમિયાન એક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બીજેપી નેતા હરીશ ખુરાનાએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં કોંગ્રેસી નેતા અજય માકન, હારૂન યુસુફ, અરવિંદર સિંહ લવલી છોલે-ભટૂરે ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હરીશ ખુરાના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા મદનલાલ ખુરાનાના દીકરા છે.

આ ઉપવાસ છે કે ઉપહાસઃ મનોજ તિવારી

હરીશ ખુરાનાએ ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ લોકોને રાજઘાટ ખાતે ઉપવાસ માટે બોલાવ્યા છે. પોતે એક રેસ્ટોરાંમાં બેસી છોલે-ભટૂરેનો સ્વાદ માણી રહ્યા છે. સાચું મૂરખ બનાવે છે.


દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પણ હરીશ ખુરાનાની આ ટ્વિટને રિટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે ઉપવાસ કે ઉપહાસ. 3 કલાક પણ ખાધા વગર નથી રહી શકતા.જોકે, એ હજુ સ્પષ્ટ થયું નથી કે આ તસવીર ઉપવાસ પહેલાની જ છે કે નહીં. પરંતુ તસવીર ટ્વિટ થયા બાદ સતત શેર કરવામાં આવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.