Abtak Media Google News

બે વર્ષ બાદ રમી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ કોઈપણ પ્રકારની તૈયારી વગર રમતી હોઈ તેવો દેખાવ કર્યો

ઇન્ડીયન પ્રિમિયમ લીગની ૧૧મી સિઝનની ચોથી મેચમાં  સનરાઇઝર્સ હૈદરાબાદના શિખર ધવનની તોફાની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સ પર ૯ વિકેટે જીત મેળવી છે. રાજસ્થાન રોયલે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૨૫ રન બનાવ્યા હતા.

જવાબમાં સનરાઝર્સ હૈદરાબાદે એક વિકેટના નુકસાન પર ૧૨૭ રન બનાવી ૯ વિકેટ જીત મેળવી છે.

ઓપનર શિખર ધવને માત્ર ૫૬ બોલમાં ૭૭ રનની ઇનિંગ્સ રમી. આ દરમિયાન શિખર ધવેને ૧૩ બાઉન્ડ્રી તેમજ ૧ સિકસર ફટકારી. જ્યારે સુકાની કેન વિલિયમસને ૩૫ બોલમાં ૩૬ રનનું યોગદાન કર્યું હતુ.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરબાદની ટીમની શરૂઆત આશા પ્રમાણે સારી રહી નહોતી. બીજી ઓવરમાં  જ જયદેવ ઉનડકટે સાહાને ૫ રનના અંગત સ્કોર પર આઉટ કરી દીધો. આ ઓવરમાં જ શિખર ધવનને પણ જીવતદાન મળ્યું. તેનો કેચ રહાણેએ છોડ્યો હતો. ત્યારે તે હજી શૂન્ય પર હતો.

પ્રથમ વિકેટના નુકસાન બાદ ધવન અને સુકાની વિલિયમ્સે તોફાની બેટિંગ કરી સામેની ટીમને જીતવા માટે કોઇ તક આપી નહોતી. બંને બીજી વિકેટ માટે અણનમ ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી.

આ અગાઉ હૈદરાબાદના સિદ્ધાર્થ કોલ અને સાકિબ અલ હસનની સારા બોલિંગ આક્રમણ સામે રાજસ્થાન રોયલ માત્ર ૧૨૫ રન જ બનાવી શક્યું હતું.રાજસ્થાન રોયલ્સના સુકાની રહાણે  એ જણાવ્યું હતું કે અમરે એક સારી અને મજબૂત ભાગીદારી નનધવામાં નિષ્ફળ રહ્યા હતા  બીજી તરફ હૈદરાબાદના સુકાની વિલિયમસને  જણાવ્યું હતું કે પેહેલા મેચમાં અમારી જીત આવકાર્ય છે કારણ કે શરૂઆત સારી થતી હોઈ તો આગળ પણ સારી મેચ રમી સકતી હોઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.