Abtak Media Google News

ભવનના અધ્યક્ષો કે અધ્યાપકોને મીડિયા સાથે વાત કરવાની મનાઈ: ડો.પાઠક પ્રવકતા તરીકે નિમાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં થતી સંશોધનાત્મક પ્રવૃતિઓ, શૈક્ષણિક પ્રવૃતિઓના સંદર્ભમાં અખબારોના માધ્યમી વિસ્તૃત માહિતીઓ વિર્દ્યાથીઓ, વાલીઓ, સંચાલકો અને જનતા સુધી પહોંચે તે માટે કાર્યક્રમો ઉપરાંત આ પ્રકારના સમાચારો અખબારોમાં આપવા જેવા લાગતા હોય તો નાયબ કુલ સચિવ સો સંકલન કરી આ પ્રકારની અખબાર યાદીઓ તૈયાર કરી અખબારોને મોકલી શકાય. અત્યાર સુધી કોઈપણ ભવનની માહિતી મેળવવા જે તે ભવનના વડા કે અધ્યાપકને સંપર્ક કરવાનો રહેતો હતો. પરંતુ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા એક ફતવો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ પક્ષની જેમ હવે યુનિવર્સિટીમાં પણ પ્રવકતાની નિમણૂંક કરવામાં આવી છે. હવેથી ભવનના અધ્યક્ષ કે અધ્યાપકો મીડિયા સાથે વાત નહીં કરી શકે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૪૦ દિવસના કારોભારમાં કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડિયાની વિવાદાસ્પદ કામગીરી અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે ગઈકાલે પ્રવકતાની નિમણૂંક કરીને વધુ એક તઘલખી નિર્ણય બહાર પાડયો છે. રાજય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો.કમલ ડોડીયાની નિમણૂંક કર્યા બાદ તેઓએ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણય લઈ રહ્યાં છે. જેના વિરોધ કરવા માટે તાજેતરમાં યુનિવર્સિટીમાં સક્રિય જૂે રાજયપાલને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. વિવાદાસ્પદ કામગીરીને લઈને હાલના કાર્યકારી કુલપતિ તરીકે ફરજ બજાવી રહેલા કમલ ડોડીયા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. યુનિવર્સિટી વતી અખબારોને માહિતી આપવા નાયબ કુલ સચિવ પ્રચાર માધ્યમો સો સંકલનમાં રહેશે અને વિશેષ માહિતી માટે અખબારોને પણ નાયબ કુલસચિવ ડો.કિરીટ પાઠક અવા કુલપતિનો સંપર્ક સાધવાનો રહેશે. પ્રવકતાની નિમણૂંક કરવાના નિર્ણયી ડો.કમલ ડોડીયા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

કિરીટ પાઠકને પ્રવકતાની જવાબદારીમાંથી મુકત કરો: નિદત બારોટ

Nidat Barot
Nidat Barot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાના વિવાદાસ્પદ નિર્ણયને લઈને યુનિવર્સિટીમાં ખળભળાટ મચવા પામ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવકતાની જવાબદારી કિરીટ પાઠકને સોંપવામાં આવી જેને લઈને નિદત બારોટે જણાવ્યું હતું કે, ડો.કિરીટ પાઠક, નાયબ કુલસચિવની જવાબદારી નિભાવી રહ્યાં છે. ત્યારે પ્રવકતાની જવાબદારી પણ તેઓ હવે નિભાવવાના છે. જયારે આ જવાબદારી તેઓ નિભાવતા હોય ત્યારે જો કોઈ રાજકીય પક્ષ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે અને તેનો જવાબ કુલપતિ કે કુલસચિવને બદલે પ્રવકતા આપે ત્યારે કોઈ કારણ વગર વ્યક્તિગત રીતે સંઘર્ષમાં ઉતરવું પડે. પ્રવકતાનું નિવેદન યુનિવર્સિટીના કુલપતિ અવા તો સત્તામંડળનું છે તેમ દરેક વખતે સ્પષ્ટતા કરવાની જરૂરીયાત ઉભી થાય અને ડો.કિરીટ પાઠક પણ થોડા સમયમાં નિવૃત વાના હોય તો આ કામગીરીી વ્યક્તિગત સંઘર્ષ ઉભુ વાની પણ શકયતા છે. તેથી યુનિવર્સિટીના કોઈપણ કર્મચારી સામે કોઈ રાજકીય પક્ષને વ્યક્તિગત સંઘર્ષમાં ઉતરવાનું થાય તે ઉચિત નથી. અંતમાં નિદત બારોટે ડો.કિરીટ પાઠકને પત્ર લખતા જણાવ્યું હતું કે, પ્રવકતાની જવાબદારીમાંથી મુકત વા કુલપતિને વિનંતી કરવાનું સુચવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.