Abtak Media Google News

એક વર્ષમાં ૮૧ ટકા ના વધારાની સાથે ભાજપની કમાણી રૂ.૧૦૩૪ કરોડ જયારે ૧૪ ટકા ના ઘટાડાની સાથે કોંગ્રેસની આવક રૂ.૨૬૧.૫૬ કરોડ

લોકોના ભંડોળથી રાજકીય પક્ષોને લીલાલેર: મોટા સાત પક્ષોની કુલ વાર્ષિક આવક રૂ.૧૧૫૦ કરોડ જેમાંથી ૭૫ ટકા માત્ર ભાજપની

સરકારના હોવાના ભાજપને મીઠા ફળ મળી રહ્યા છે માત્ર એક જ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આવકમાં અધધધ ૮૧ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫-૧૬ માં ભાજપની આવક રૂ ૫૭૦ કરોડ નોંધાઇ હતી. જે વર્ષ ૨૦૧૬-૧૭ માં વધીને રૂ ૧૦૩૪ કરોડ થઇ છે. એક સમય હતો કે જયારે કોંગ્રેસનો ઇજારો હતો. દેશની ધનવાર રાજકીય પાર્ટીમાં કોંગ્રેસ અવ્વલ હતી જયારે આજે ભાજપની ઇજારાશાહી છે.

એક વર્ષમાં ભાજપની આવક ૮૧ ટકા વધી છે તો કોંગ્રેસની આવકમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. પાછલા સમયમાં કેટલાક રાજયોમાં ભાજપે પોતાની સત્તા સ્થાયી જેથી ફંડમાં વધારાને પગલે ભાજપની કમાણી ૮૧ ટકા વધી છે જયારે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી જેને પગલે તેને નુકશાનનો સામનો કરવો પડયો જણાવી દઇએ કે દેશના રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પંચને પોતાની આવકની માહીતી અપાઇ હતી જે અનુસાર તૈયાર થયેલા રીપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.

સ્વભાવિક છે કે, લોકો દ્વારા અપાતા ફંડને કારણે જ રાજકીય પક્ષોની આવક થતી હોય છે જેમાં ભાજપે બાજી મારી છે. એડીઆરના અહેવાલ અનુસાર ભાજપની કમાણીમાં ૪૬૩.૪૧ કરોડ રૂપિયાનો નફો થયો છે જયારે આ જ દરમિયાન કોંગ્રેસની કમાણીમાં ગયા વર્ષની સરખામણીએ ૩૬.૨૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન કોંગ્રેસની આવક ૨૬૧.૫૬ કરોડ રૂપિયા નોંધાઇ હતી જયારે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ ૨૨૫.૫૬ કરોડની કમાણી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

સત્તાધારી પક્ષ હોવાના ભાજપને લાભા લાભ થઇ રહ્યા હોય તેમ આવકમાં અધધધ ૮૧ ટકાનો તો વધારો થયો છે પણ આ સાથે છ રાષ્ટ્રીય

પાર્ટીની આવક કરતા બમણી આવક હાંસલ કરી છે. મોટા સાત પક્ષોની કુલ વાર્ષિક આવક ૧૫૫૦ કરોડ રૂપિયા છે જેમાંથી ૭૫ ટકા આવક ભાજપની છે.

ભાજપને લગભગ એક હજાર કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે જયારે કોંગ્રેસને માત્ર ૫૦ કરોડ રૂપિયાનું જ ફંડ મળ્યું છે જો કે કુપન દ્વારા કોંગેૅ્રસને ૧૧૬ કરોડ રૂપિયા મળ્યા હતા. રીપોર્ટ મુજબ દેશના સાત પક્ષોની કુલ કમાણીમાં ૫૨૫.૯૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.