Abtak Media Google News

કાવેરી જળ વિવાદના મુદ્દે તમિલનાડુ અને કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદ બાદ આઇપીએલની મેચોને ચેન્નઇથી પુણે શિફ્ટ કરવામાં આવ્યા બાદ . ચેન્નાઇ ની ટીમના સપોર્ટરો આખી ટ્રેઈન બુક કરાવીને પુણે પહોંચ્યા છે

હવે આ ક્રિકેટ ફેન્સે પોતાની મનપસંદ ટીમને ચીયર કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે અને તેમની ઘેલછા જોઇને તમને પણ નવાઇ લાગશે.

હવે મેચ ચેન્નઇમાં નહી રમાય તેથી આ મેચ જોવા માટે ધોની અને તેની ટીમના ફેન્સે પુણે જવાનો નિર્ણય લીધો અને તેના માટે તેમણે ચેન્નઇથી પુણે જતી આખી ટ્રેન જ બુક કરી લીધી છે. આ વિડિયો ચેન્નઇ ટીમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.શુક્રવારે ચેન્નઇ અને રાજસ્થાન વચ્ચે પુણેમાં મેચ રમાશે. બંને ટીમો પોતાની પાછલી મેચ હારી ચુકી છે.

તેવામાં આ મેચ હાઇ વોલ્ટેજ હશે પરંતુ ધોની અને ચેન્નઇની ટીમ પોતાની ટીમને ચીયર કરશે. ચેન્નઇમાં રમાયેલી મેચમાં કેટલાંક લોકોએ ચેન્નઇના ડુ પ્લેસિસ અને રવિન્દ્ર જાડેજા પર જૂતા ફેંક્યા હતા.

તે પછી આઇપીએલની તમામ મેચો શિફ્ટ કરી દેવામાં આવી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.