Abtak Media Google News

પેપરમાં અધરા પ્રશ્ર્નો પુછાવાની સત્યતાને લઇ વિઘાર્થીઓમાં ચિંતાનો માહોલ

સીબીએસઇના લીક થયેલા અર્થશાસ્ત્રની આજે ફેરપરીક્ષા છે. એક જ સિલેબસમાંથી આજરોજ ધો.૧ર સીબીએસઇના છ લાખ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. પ્રશ્ર્નપત્ર લીંક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે દેશભરના ચાર હજાર કેન્દ્રો પર યોજાશે. બોર્ડે વિદેશી વિઘાર્થીઓને બીજી વખત થનારી પરીક્ષાની છુટ આપી છે. બોર્ડે તપાસમાં જાણ્યું છે પેપર લીંક થવાનો પ્રભાવ પરિણામ પર નહીં પડે.

બોર્ડે પુન: પરીક્ષા માટે આંતરીક સુરક્ષા વધારી છે બીજી વખત પરીક્ષા દેનારા વિઘાર્થીઓને તૈયારી તો ઓછી કરવી પડશે પણ આ વખતે વધુ આકરા પ્રશ્ર્નો પુછાવાની સંભાવનાને કારણે ચિંતાનો માહોલ છે જો કે વાયરલ કરવા માટે સોશિયલ મીડીયા સૌથી ઝડપી માઘ્યમ છે. કારણે કે સોશિયલ મીડીયા પર ફેરપરીક્ષા માટે નવા એડમીટ કાર્ડ આપવામાં આવશે તેવી અફવા સીબીએસઇ બોર્ડે તદન જુઠ જાહેર કરી હતી.

જો કે સુવિધા અને ગાઇલાઇનમાં ફેરફારો કરાયા નથી ધોરણ ૧ર ની પરીક્ષાના પરિણામ ઉચ્ચતર ભણતર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વનું હોય છે. જેમાં સીમીત સીટો જ હોય છે માટે પરિણામ બાદ જ વિઘાર્થીઓ એડમીશન મેળવી શકશે જો કે ધો.૧૦ ના ગણીતની ફેરપરીક્ષા રદ થતા વિઘાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે પેપરલીંક મામલે દેશભરમાં ચકચાર મચી ગયો હતો. ત્યારે આજના પેપરના પ્રશ્ર્નો અંગે વિઘાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.