Abtak Media Google News

૨૦૬ રનના લક્ષ્યાંક સામે પણ ચેન્નાઇ હિમંત ન હારી અને ૭૪ રણમાં ૪ વિકેટ પડી ગયા બાદ ધોનીએ આવીને બાજી પલટાવી દીધી

ધોનીએ માત્ર ૩૪ બોલમાં ગગનચુંબી ૭ સિક્સર અને ૧ ફોર મારી અણમન ૭૦ રન બનાવ્યા

ગુરુ ચેલાની લડાઈમાં ગુરુ ધોનીએ ફરી પુરવાર કરી દીધું છે કે ધોની હજુ પણ બેસ્ટ છે.ગઈકાલે રમાયેલા મેચમાં ધોનીએ શાનદાર બેટિંગ કરીને  કોહલીની રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમને ૫ વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી  આ જીતમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને અંબાતી રાયડુનો સિંહ ફાળો રહ્યો હતો.

રસાકસી ભરેલી મેચમાં કેપ્ટન કુલ ધોનીએ શાનદાર સિક્સર ફટકારીને ટીમને વિજેતા બનાવી હતી. એમ એસ ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટોસ જીતીને ચેન્નઈને બેંગલુરૂને પહેલા બેટિંગ માટે ઉતાર્યું હતું. આરસીબીએ ૨૦ ઓવરમાં ૨૦૫ રન બનાવ્યા હતાં. જવાબમાં ૨૦૬ રનના લક્ષ્યાંકને ચેન્નઈએ ૧૯.૪ ઓવરમાં હાંસલ કરી લીધું હતું. સીએસકે તરફથી અંબાતી રાયડુએ ૫૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૮ સિક્સર ફટકારી હતી.

જ્યારે કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીના નામનું તો જાણે વાવાઝોડું આવ્યું હતું. ધોનીએ માત્ર ૩૪ બોલમાં ગગનચુંબી ૭ સિક્સર અને ૧ ફોર મારી અણમન ૭૦ રન બનાવ્યા હતાં. ચેન્નઈએ માત્ર ૫ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું.

પહેલા બેટિંગ કરતા બેંગલુરૂએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૫ રન બનાવ્યા હતાં.

બેંગલુરૂ તરફથી એ બી ડિવિલિયર્સે માત્ર ૩૦ બોલમાં આઠ ચોગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા હતાં.

જ્યારે ઓપનિંગ બેટ્સમેન ડી કોકે ૩૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૫૩ રન બનાવ્યા હતાં. ચેન્નાઈ તરફથી શાર્દુક ઠાકુર, ઈમરાન તાહિર અને બ્રાવોએ બે બે વિકેટ લીધી હતી.

આ વિજયની સાથે ચેન્નાઈની ટીમ ટોચ પર પહોંચી ગઈ છે અને બીજા ક્રમે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છે જયારે ત્રીજા નંબરે સન રાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા નંબર પર અને ચોથા નંબર પર કલકત્તા નાઈટ રાઈડર્સ ની ટીમ છે ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈની ટીમ સાતમા નંબર પર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.