Abtak Media Google News

વીવીપી ઈજનેરી કોલેજનાં ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેન વિભાગે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનો પ્લેસમેન્ટનો દબદબો યથાવત રાખ્યો છે.

વર્ષ ૨૦૧૮માં પાસ થનારા ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓનું તેમના અભ્યાસકાળ દરમિયાન જ વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે રિલાયન્સ જીઓ ઈ ઈન્ફોચીપ, મેટ્રીક્ષ કોમસેક સીએસી જસ્ટ ડાયલ યૂડીઝ પ્રા.લીમીટેડ રંગમ ઈન્ફોટેક ઈનસાઈટમાં પ્લેસમેન્ટ થઈ છે. આઠમાં સેમેસ્ટરની પરીક્ષાઓ આગામી મે સામાં શ‚ થવાની છે ત્યારે એનાં પહેલા જ આઠમાં સેમેસ્ટરના કુલ ૫૯ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ગયા છે. આ વર્ષ સહિત છેલ્લા છ વર્ષોથી દર વર્ષે ૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓનું એમના આઠમાં સેમેસ્ટર દરમિયાન જ પ્લેસમેન્ટ થઈ જાય છે. અને આ પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે. તેઓની આસિધ્ધિ માટે સંસ્થાનાં આચાર્ય ડો.જયેશ દેશકર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો.ચાર્મીબેન પટેલ, ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ક્ધવીનર જીજ્ઞેશ જોષી અને ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર રાશિબેન જોબનપુત્રાએ અથાક પ્રયત્નો કર્યા છે.

વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, હર્ષલભાઈ મણીઆર ડો. સંજીવભાઈ ઓઝાએ અભિનંદન પાઠવેલા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.