Abtak Media Google News

વપરાશ અને દર્શાવેલી આવકનો મેળ ન થાય તેવા લોકો પર આવક વેરાની તવાઈ

આધાર અને પાન અથવા બેંક એકાઉન્ટ નંબર લિંક કરાવવાથી વેરા વિભાગે ૩૩ હજાર કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા છે માટે તેના ટ્રાન્ઝેકશન અને દર્શાવેલી રકમ મેળ નથી ખાતી તેવા લોકો પર હવે સરકારની લાલ આંખ છે. આવકવેરા વિભાગ લોકોને પાન-આધાર લિંક કરાવવા તરફ પ્રેરિત કરી રહ્યા છે. ૩૭ કરોડ લોકોમાંથી ૧૭.૪ કરોડે લીંક કરાવી દીધું છે માટે હવે કર ચુકવણીમાંથી છટકબારી કરનારાઓને નહીં બક્ષવા સરકારે નિર્ણય લીધો છે માટે હવે જમીન-મકાન, વાહનો-મિલકતોની ખરીદી ઉપર પણ પાન-આધાર જોડવાથી બાજ નજર રાખી શકાશે. ગત વર્ષે ૧.૧ લાખ ટ્રાન્ઝેકશન પાન વગર જ થયા હતા. જોકે આધાર-પાન લિકિંગને લઈ લોકોએ અનેક વખત પ્રશ્ર્નો કર્યા હતા. જે આવક વેરા વિભાગની કરચોરોને પકડવાની રણનીતિ હતી માટે હવે વેપારી, ખેડુત, નોકરીયાત તમામે પોતાની સચોટ આવક જ દર્શાવવી પડશે.

સરકારે ફેરવી તોળ્યું: મોબાઈલ સીમ માટે હવે આધાર ફરજિયાત નથી

હવે મોબાઈલ સિમ લેવા માટે આધારકાર્ડ દેવાની જરૂર નથી સરકારે મોબાઈલ ઓપરેટર્સને આદેશ આપતા કહ્યું છે કે, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડ પણ સ્વીકારી શકાય છે. ગ્રાહકનું આધાર આપવું ફરજીયાત નથી. ટેલિકોમ સચિવ અરૂણ સુંદરાજને કહ્યું કે, મોબાઈલ કંપનીઓને તાત્કાલિક અસર થઈ. આ નિર્દેશોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં આધાર ન હોવાના કારણે લોકોને સિમકાર્ડ આપવામાં આવતા નથી. જયારે કોર્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું કે જયાં સુધી કોર્ટ કોઈ અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી સીમ કાર્ડ માટે આધારકાર્ડ ફરજીયાત નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.