Abtak Media Google News

કર્ણાટકમાં સરકાર રચવાની બાજીમાં પત્તા રાજયપાલ વજુભાઈ વાળા ખોલશે બહુમતિી આઠ બેઠકો દૂર ભાજપ હવે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અપાવી શકશે? ધારાસભ્યો લાપત્તા હોવાના અહેવાલ.

કિંગમેકર ગણાતો જેડીએસ અંતે કિંગની ભૂમિકામાં ગોઠવાયો કોંગ્રેસે બિનશરતી ટેકો જાહેર કરી સીએમ પદ ઓફર કર્યું.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં થોડી બેઠકો માટે બહુમતી મેળવવામાં ભાજપને પનો ટુંકો પડતા કોંગ્રેસે તકનો લાભ લઈ ભાજપને સત્તા હાંસલ કરતો અટકાવવાનો દાવ ખેલ્યો છે. બન્ને પક્ષો માટે કર્ણાટકની આ ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન હતા.

અલબત ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા રાજકીય ચરૂ ઉકળવા લાગ્યો છે. કર્ણાટક વિધાનસભામાં કુલ ૨૨૪ બેઠકો છે. જેનાી ૨૨૨ પર મતદાન યા બાદ પરિણામ જાહેર યા છે. બહુમતિ માટે ૧૧૨ બેઠક મેળવવી જ‚રી છે. બે બેઠકો પર ચૂંટણી યા બાદ બહુમતિ માટે ૨૧૩ બેઠકોની જ‚ર રહેશે.

હાલના પરિણામ મુજબ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતિ ની જયારે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન પાસે બહુમતિ માટે જ‚રી ૧૧૩ કરતા ૧૧૬ બેઠક છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામો બાદ હવે બાજી રાજયપાલ વજુભાઈ વાળાના હામાં છે. વજુભાઈ વાળા ખંધા રાજકારણી પૈકીના એક છે. વર્ષો પહેલા ભાજપે કર્ણાટકમાં તેમને રાજયપાલ તરીકે મોકલી માસ્ટર સ્ટોક ખેલ્યો હતો. જેના મીઠા પરિણામો હવે મળી શકે તેવી ભીતી છે. પરદા પાછળની રાજ રમતો હવે શરૂ થઈ છે. સરકાર કોની બનશે તે રાજયપાલ વજુભાઈ વાળા કોને આમંત્રણ આપે છે તેના પર નિર્ભર છે. તમામની નજર વજુભાઈ વાળા ઉપર ટકેલી છે.દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે.

ભાજપને ૧૦૪ બેઠક મળતા બહુમતિ માટે ૮ બેઠક ખુટે છે. જો જેડીએસ ભાજપને ટેકો આપે તો ભાજપને સરકાર રચવામાં કોઈ મુશ્કેલી પડી શકે તેમ નહોતી. જો બસપા અને અન્ય એક એમ બે ધારાસભ્ય સર્મન આપે તો પણ સંખ્યાબળ ૧૦૬ બેઠકોનું જ થાય છે. જેી હવે ભાજપ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને પોતાના પક્ષે કરવા રાજીનામા અપાવી શકે છે. જો આવું બને તો ભાજપ માટે સરકાર રચવાનો માર્ગ મોકળો ઈ જાય.

આ ચૂંટણીમાં અગાઉ કિંગમેકર ગણાતા જેડીએસ હવે કિંગ બની ગયા છે. કોંગ્રેસે ઝડપી નિર્ણય લઈને ભાજપની જ વ્યૂહ રચના વડે ભાજપને પરાસ્ત કરવા પેંતરો કર્યો છે. જેડીએસને બિનશરતી ટેકો આપી દીધો છે અને જેડીએસના નેતા એચ.ડી.કુમાર સ્વામીએ આ ઓફરનો ઝડપી સ્વીકાર કરી લીધો છે.

એચ.ડી.કુમાર સ્વામી ખૂબજ અનુભવી નેતા છે. અગાઉ તેમના પિતા દેવગૌડાના નેતૃત્વમાં ૧૯૯૬માં યુનાઈટેડ ફ્રન્ટે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. આ સરકાર માત્ર ૩૨૧ દિવસ જ ચાલી શકી હતી. ત્યારે પણ તેમને કોંગ્રેસે બહારી ટેકો આપ્યો હતો. પરંતુ બાદમાં ટેકો પરત ખેંચી લેતા દેવગૌડાને રાજીનામુ આપવું પડયું હતું. તે વખતે દેવગૌડા પાસે ૪૬ બેઠક હતી. હવે તેમના પુત્ર પાસે ૩૮ બેઠકો છે અને મુખ્યમંત્રી બને તેવી શકયતા છે.

કોંગ્રેસના ૭૮ અને જેડીએસના ૩૮ ધારાસભ્યો સો ગઠબંધન સરકારની રચના માટે હાલ જ‚રી ૧૧૨નો જાદુઈ આંકડો પ્રાપ્ત ઈ જાય છે. જો રાજયપાલ વજુભાઈ વાળા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ આપે તો સરકારની રચનામાં કોઈ તકલીફ પડશે નહીં. ત્રિશંકુ સરકારની એંધાણ આવતાની સો જ તમામ પક્ષો દ્વારા તોડજોડની રાજનીતિ કરવામાં આવી છે. આ ચૂંટણી લોકસભા માટે સેમીફાઈનલ સમાન છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.