Abtak Media Google News

પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ: બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ

ઘોઘા તાલુકાના મામસા ગામે સગીર પુત્રીને તેના પિતાએ જ કોઈક અકળ કારણોસર આડેધડ લાતો ફટકારી, લાકડાની પટ્ટી વડે મારમારી મોત નિપજાવ્યાની ફરિયાદ સગીરાની માતાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુઘ્ધ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર ઘોઘા તાલુકાના મામસા ગામે રહેતા ભનુબેન જગદીશભાઈ ચુડાસમાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં તેના પતિ જગદીશ પોપટભાઈ ચુડાસમા વિરુઘ્ધ નોંધાવેલી ફરિયાદમાં પુત્રી શિવાનીબેન (ઉ.વ.૧૭)ને કોઈપણ કારણોસર મારમારી લાકડાની પટ્ટી વડે મારપીટ કરી ગંભીર ઈજા પહોંચાડી તેણીને ‚મમાં પુરી દીકી હતી. ફરિયાદી તથા આરોપી પતિની પુત્રી શિવાનીને દુખાવો થતાં સારવાર માટે ભાવનગર સરકારી દવાખાને લઈ જતાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયું હતું.

તેમજ આરોપીએ મારામારીનો બનાવ હોવા છતાં પણ અકસ્માતનો બનાવ છે તેવી ખોટી માહિતી પોલીસને આપી પોતાની સગી પુત્રીનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઘોઘા પોલીસે ફરિયાદીના આરોપી પતિ જગદીશ પોપટભાઈ ચુડાસમા વિરુઘ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૩૪૨, ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ એસ.એમ.રાણા ચલાવી રહ્યા છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.