Abtak Media Google News

ધુન ભજનને બદલે ગંજીપાના ટીચવાનું શરૂ કરતાં પોલીસ કોપાયમાન

મોરબીના પીપળી ગામે મહાદેવ મંદિરમાં ધુન ભજન કરવાને બદલે છ શકુનીઓએ જુગાર માંડતા પોલીસ કોપાયમાન થઈ હતી અને છએ જુગારીઓને ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબી નજીક પીપળી ગામે મહાદેવ મંદિરમા જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા (૧) હરેશભાઇ ભુદરભાઇ કાલરીયા જાતે પટેલ ઉ.વ.૪૧ રહે. મહેન્દ્રગનર સાનીધ્ય સોસાયટી મોરબી-ર મુળ ગામ કુંભારીયા તા.માળીયા મીયાણા જી.મોરબી (૨) ભરતભાઇ ગાંડુભાઇ છનીયારા જાતે પટેલ ઉ.વ.૪૩ રહે.જુના ધાંટીલા ગામ તા.માળીયા જી.મોરબી (૩) અમરશીભાઇ હીરજીભાઇ બારૈયા જાતે પટેલ ઉ.વ.૬૨ રહે.મહેન્દ્રનગર ગ્રીનપાર્ક આંનદ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૨ મોરબી-ર (૪) દેવરાજભાઇ રામજીભાઇ વિલપરા જાતે પટેલ ઉ.વ.૬૦ રહે.મહેન્દ્રનગર ઉગમણા ઝાપા ની બારે મોરબી-ર (૫) મનજીભાઇ ભુરાભાઇ કાલરીયા જાતે પટેલ ઉ.વ.૫૫ રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી પીપરવાળી સોસાયટી મોરબી-ર મુળ ગામ રોહીશાળા તા.માળીયા જી.મોરબી (૬) રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયા જાતે પટેલ ઉ.વ.૫૦ રહે.મહેન્દ્રનગર હળવદ ચોકડી મોરબી-ર વાળા જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

વધુમાં પોલીસે રેઇડ દરમ્‍યાન ગંજીપાના પાના નંગ-૫૨ કી રૂ. ૦૦/૦૦ તથા રોકડા રૂ.૨૮,૨૧૦/- ના મુદામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.