Abtak Media Google News

ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત ઓખા મંડળના બરડીયા ગામની મુલાકાત લીધી હતી. ઓખા નગરપાલિકા હાઈસ્કૂલમાં જળ એજ જીવનનો અનોખો કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

જેમાં તમામ બાળકોને ટી-શર્ટ, કેપ, બુક અને પેનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓની અલગ-અલગ ગ્રુપ ટીમ બનાવી ઓખા ગામના દરેક ઘરોમાં જઈને પાણી બચાવીને જળ અભિયાનમાં યોગદાન આપવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બરડીયા હાઈસ્કૂલના આચાર્ય કાવડ, પ્રાથમિક વિભાગના આચાર્ય જાડેજા, પી.ટી.ટીચર જસુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ સંચાલન ઓખા નગરપાલિકાના શિક્ષિકા પુજાબેન દવેએ કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.