Abtak Media Google News

મુસાફરોની બુકિંગ પેટર્ન-ટ્રેન્ડના આધારે અલગોરીધમ દ્વારા વેઈટીંગમાં કે આરએસીમાં રહેલી ટિકિટ મળશે કે કેમ તે નક્કી થશે

ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ કન્ફર્મ બેઠક મળે તેવું નક્કી ની હોતું. જો કે, ટિકિટ કન્ફર્મ થઈ જશે તેવી આશાએ ઘણી વખત મુસાફરો છેક સુધી રાહ જુએ છે અને ઘણો સમય બગાડે છે. માટે રેલવે વિભાગ મુસાફરોને અનુકુળતા રહે તેવા હેતુી વેબસાઈટ ઉપર ટિકિટ કન્ફર્મ વાના ચાન્સ કેટલા તેની આગોતરી જાણ કરશે.

આજ રાતી આઈઆરસીટીસીની વેબસાઈટ પર મુસાફરોને વેઈટીંગ લીસ્ટમાં રહેલી ટિકિટ કન્ફર્મ થશે કે કેમ તેનો અંદાજ આપવામાં આવશે. સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા નવી અલગોરીધમ પધ્ધતિ વિકસાવવામાં આવી છે. જેના અનુસાર ટિકિટ ક્ધફર્મ થશે કે કેમ તેવો અંદાજ લગાવી શકાશે.

વેઈટીંગ લીસ્ટમાં કે આરએસી ટિકિટ ક્ધફર્મ થશે કે કેમ તેની જાણ બુકિંગ ટ્રેન્ડ કઈ તરફ જઈ રહ્યો છે તે પરી થઈ જશે. મુસાફરોની બુકિંગ પેટર્ન આવો વરતારો કરવા મહત્વની બની રહેશે. થોડા સમય પહેલા રેલવે મંત્રી પિયુષ ગોયલે આ વિચાર રજૂ કર્યો હતો. જેને એક વર્ષની મહેનત બાદ અમલમાં મુકવામાં આવ્યો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, રેલવે વિભાગ ટિકિટના કન્ફમેસન મામલે ૧૩ વર્ષના ડેટાનો ઉપયોગ કરશે.

અત્યાર સુધી કેટલીક ખાનગી સંસઓ આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરી રહી હતી. જેથી મુસાફરને ટિકિટ કેવી રીતે અને કયારે મળશે તે અગાઉથી જ જાણ રહેતી હતી. જો કે હવેથી રેલવે પણ આ પધ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહી છે.

એસી ટ્રેન કરતા હવાઈ મુસાફરીને પ્રાધાન્ય આપતા ભારતીયો

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં ૨૦ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. લોકો હવે એસી ટ્રેન કરતા હવાઈ મુસાફરીને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. મોદી સરકારે છેલ્લા ચાર વર્ષનું રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે. જેના અનુસંધાને ભારતીય હવાઈ સીમામાં આગામી દશકામાં ૧૦૦૦ જેટલા વધારે એરક્રાફટનો ઉમેરો શે. હાલ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ૫૫૦ એરક્રાફટ છે.

૨૦૩૫માં ભારતના ઉડ્ડયન ક્ષેત્રની સ્થિતિ કેવી હશે?

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ૨૦૩૫ની સ્થિતિ અંગેની રણનીતિનું વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. નાના નગરો અને શહેરોને ઉડ્ડયન ક્ષેત્રી વધુ જોડવા તૈયારી કરવામાં આવી છે. તાજેતરમાં સીવીલ એવીએશન મીનીસ્ટર સુરેશ પ્રભુની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં ૨૦૩૫માં ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની સ્થિતિ કેવી હશે તેનું વિઝન ડોકયુમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.