Abtak Media Google News

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ લી. સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે આસન ક્ધસલ્ટન્સી, રાજકોટના ફાઉન્ડર અને પીજીવીસીએલનાં નિવૃત અકેઝીકયુટીવ એન્જીનીયર આર.એમ. બાવરવાનો નો યોર ઈલેકટ્રીસીટી બીલ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો.ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તેમજ કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી.પંચમીયાએ મુખ્ય વક્તાનો પરિચય આપ્યો હતો. કાઉન્સીલના મંત્રી મનહરભાઈ મજીઠીયાએ વકતા આર.એમ. બાવરવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતુ.

મુખ્ય વક્તા આર.એમ. બાવરવાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે જીઈબીમાંથી ૪ અલગ અલગ વિધુત કંપનીમાં વિભાજીત થયેલા પીજીવીસીઅલે એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલના ટેરીફ રેટ એકસરખા છે. વિધુત કનેકશનના બે પ્રકારો છે એલટી અને એચટી ૧૦૦ કિલોવોટ સુધીનો લોડ હોય તો એલટી અને ૧૦૦ કિલોવોટથી ઉપર જાય તો એચટી કનેક્શન તથા જો ૪૦૦૦ કિલોવોટથી ઉપર જાય તો ઈએકસટી કનેકશન, એલટીમાં સીંગલ ફેઝ કનેકશન ૬ કિલોવોટ સુધીનું હોય છે.

૧૯ મે ૨૦૧૬થી નવા સપ્લાય કોડ મુજબ નવા બાંધકામ માટે કે રીનોવેશન માટે પરમેનેન્ટ કનેક્શન ડીસકનેકટ કરાવી જયાં સુધી બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટેમ્પરરી કનેકશન લેવું ફરજીયાત છે. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઈ માણેક, કિરીટભાઈ વોરા તથા અન્ય સભ્યોમાં રાજભા ગોહિલ, મનસુખલાલ જાગાણી, નિકેત પોપટ, અશ્ર્વીનભાઈ ત્રિવેદી, હરિભાઈ પરમાર, મહેતા યુનાની ફાર્મસી એન્ડ કંપની, અશોક મશીન ટુલ્સ રાજકોટ પીપલ્સ કો.ઓપ. બેંક તથા વિવિધ ઉદ્યોગોના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.