Abtak Media Google News

સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિવાર જમવા બેઠો ને ગરમ ચાસણીનું તપેલું ખુલ્લું રહી ગયું ત્યારે રમતા રમતા બે વર્ષનું બાળક તપેલામાં પડી ગયું હતું. ઘટનાને પગલે બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી હાલ તેની હાલત નાજુક છે અને માતા-પિતા ચિંતામગ્ન થઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના સુરતના અંકલેશ્વરના હાંસોટની છે જ્યાં પરિવાર રાજસ્થાનથી રોજી-રોટી કમાવવા આવ્યો હતો અને ગોળનો વ્યવસાય શરુ કાર્યો હતો. દરમિયાન 25 એપ્રિલના રોજ પિતા બરફ ગોલામાં વપરાતા કલર માટે ખાંડની ચાસણી બનાવી રહ્યા હતા. ત્યાઆ પરિવારમાં 2 વર્ષનું બાળક છે. ત્યારે ગરમ તપેલામાં બાળક રમતા રમતા પડી ગયું હતું. પેટીયું રડવા આવેલા પરિવાર માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ હાલ ઉભી થઈ છે

 

ચાસણીનું તપેલું ખુલ્લું મૂકી પરિવાર જમવા બેઠું હતું

ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજસ્થાનથી પેટીયું રડવા માટે આવેલા પરિવારે બરફ ગોલાનો ધંધો શરુ કાર્યો અને તે માટે તૈયાર કરવામાં આવેલ ચાસણી ગરમ હતી અને ખુલ્લા તપેલામાં રાખવામાં આવી હતી. ખાંડની ચાસણી તૈયાર કરીને માતા-પિતા જમવા માટે બેઠા હતા તે દરમિયાન આ બે વર્ષનું બાળક રમતું રમતું ચાસણીના તપેલા પાસે પહોંચી ગયું હતું. ચાસણીના તપેલા પાસે ઊભેલું આ બાળક અચાનક ઊંધા માથે તપેલામાં પડી ગયું હતું.

બાળકનો પીઠનો ભાગ ખાંડના ચાસણીમાં પડ્યો હતો અને ચાસણી ગરમ હોવાને કારણે બાળક દાઝી ગયું હતું. જેને લઈ બાળકે બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવાર બાળકને તપેલામાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હાંસોટના સરકારી દવાખાનામાં લઈ ગયો હતો.જ્યાં બે દિવસ બાળકની પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હતી.પરંતુ બાળકની તબિયતમાં સુધારો ન આવતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.