Abtak Media Google News

સુરત શહેરમાં અસામાજિક તત્વોને ખાખીનો કઈ ખોફ જ રહ્યો નથી તેવી રીતે તેઓ બેફામ બની રહ્યા છે આવી ઘટનાઓને જોતા સુરત ક્રાઈમ સીટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના સામે આવી જેમાં વેસ્ટના ધંધાની અદાવતમાં બે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારની છે જ્યાં પ્રિયંકા ગ્રીનપાર્ક સોસાયટી પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. વેસ્ટના ધંધાની અદાવતમાં માથાભારે તત્વો દ્વારા બે યુવાનો પર હુમલો કરાયો હતો. મિલકત પર ગેરકાયદે કબ્જો મામલે હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે ૨ વય્ક્તિઓ ઉભા છે અને અચાનક જ હુમલાખોરો તૂટી પડે છે. ડાઇંગ મિલ અને કાપડના કારખાનાના વેસ્ટેજના ધંધાની અદાવતમાં હુમલાની શંકા હાલ સેવાઈ રહી છે આ આરોપીઓ કદાચ પહેલાથી જ કાવતરું ઘડીને આવ્યા હશે !! ત્યારે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.