Abtak Media Google News

સુરત હવે ડાયમંડ સીટીની સાથે ક્રાઈમ સીટી તરીકે પણ ઓળખાશે તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજ રોજ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં હત્યાના આરોપીની જ સરાજાહેર હત્યા કરવામાં આવી છે. ઘટનાને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના અઠવાલાઈન્સ સ્થિત કોર્ટ બિલ્ડીંગની સામે હત્યાના આરોપીની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બે ઇસમો દ્વારા આરોપીની ચપ્પુના ઘા ઝીંકીન  કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મોપેડ સવાર બે અજાણ્યા શખ્સ કેબલ બ્રિજ ચઢી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

બ્રિજ નજીક મોપેડ આવેલા બે અજાણ્યા શખ્સોએ તારીખ ભરવા આવેલા હત્યારાને કોર્ટથી માત્ર 100 મીટરના અંતરે બે યુવકે છરીના 15થી 20 ઘા ઝીંકી કેબલ બ્રિજ ચઢી ફરાર થઈ ગયા હતા.. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સરેઆમ બનેલી હત્યાની ઘટનાને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.