Abtak Media Google News

હજુ થોડા સમય જામનગરમાં દીકરીના પિતાએ દીકરીના લગ્ન પહેલા આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું ત્યારે જામનગરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે જેમાં ૨૩ વર્ષની યુવતીએ આપઘાત કરીને જીવનને પૂર્ણવિરામ આપી દીધો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની તિરુપતિ સોસાયટીની છે જ્યાં યોગેશ્વર ધામ શેરી નંબર ૫ માં તિરૂપતિ-૨ ની પાછળના ભાગમાં રહેતી જિજ્ઞાબેન કિરીટભાઈ કેસુર નામે ૨૩ વર્ષીય વાણંદ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

આ બનાવ અંગે મૃતકના પિતા કિરીટભાઈ ભીખુભાઈ કેસુરે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતો.

મૃતક યુવતીના પિતા કિરીટભાઈ, કે જે ડ્રાઇવિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જયારે મૃતક જીજ્ઞાબેન કે જેનું આજથી બે મહિના પહેલાં જ સગપણ થયું હતું. હજુ લગ્ન થવાના બાકી હતા, તે પહેલાં જ તેણે કોઈપણ સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લેતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.