Abtak Media Google News

લવાદ અને સંકલન સુધારા વિધેયકના અમલથી ભારત સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર-વ્યવહારની વિશ્ર્વસનીયતામાં વધારો થશે અને ગેરરીતિના કિસ્સામાં પાશ્ર્વાદ સ્થિતિએ ચુકાદો આપો આપ સ્થગીત થઈ જશે

વિવાદોના ઉકેલ માટે આવશ્યક એવા લવાદ અને મધ્યસ્થિ સંકલનમાં ક્યાંય ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની પરિસ્થિતિમાં પાશ્ર્વાદ પરિસ્થિતિમાં પણ ગમે ત્યારે આવેલા ચૂકાદા પર કાયમી મનાઈ હુકમને પ્રસ્થાપિત કરતો એક કાયદો સંસદમાં આરબીટેશન અને સમાધાન સુધારા બીલ 2021ના રૂપમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો છેતરપિંડી અને ભ્રષ્ટાચાર દ્વારા આવેલા ચુકાદા પર સ્વયંભુ રોક લાગુ કરવાની હિમાયત કરે છે. રાજ્યસભામાં બુધવારે ધ્વની મત દ્વારા આરબીટેશન એન્ડ કાઉન્સીલીએશન સુધારો બીલ 2021 પસાર કરવામાં આવ્યુંહ તું. આ બીલ 12 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં પસાર કરાયું હતું અને 4 નવેમ્બર 2020ના રોજ જાહેર કરીને અમલમાં લાવવામાં આવ્યો હતો. 1996ના કાયદામાં સુધારો કરીને ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે, લવાદની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સાબીત થાય તો પાશ્ર્ચાત ભૂમિકાની પરિસ્થિતિએ ચુકાદો આપો આપ સ્થગીત થઈ જાય છે. લવાદીઓ માટેની માન્યતા અને લાયકાતો અને અનુભવ ધારા ધોરણો પણ આ બીલમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યસભાએ લવાદની ગેરરીતિથી આવેલા ચુકાદા ઉપર આપો આપ પ્રતિબંધ લગાવતા કાયદાને મંજૂરી આપી દીધી છે. કરાર અથવા લવાદી ચુકાદાઓમાં લવાદના ભ્રષ્ટાચાર અને નિયમ ભંગના વ્યવહારના મુદ્દાને ધ્યાનમાં લઈ સરકારે હિતધારક પક્ષોને એક મોટી રાહત આપી દીધી છે. લવાદની વિવાદાસ્પદ ભૂમિકા અને ભ્રષ્ટાચારથી લાવવામાં આવેલા ચુકાદા, છેતરપિંડી અને ભ્રષ્ટાચારથી મેળવ્યા હોય તો તેને કાયમી ધોરણે રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. દેશમાં લવાદ અને સંકલનની પરિસ્થિતિને વધુ સુદ્રઢ અને વિશ્ર્વાસપાત્ર બનાવવા માટે અને આંતરરાષ્ટ્રીય વેપાર-વ્યવહારમાં લવાદની ભૂમિકાને વધુ વિશ્ર્વસનીય બનાવવા માટે સરકારે 1996ના કાયદામાં સુધારો કર્યો છે.

હાલમાં થયેલી જોગવાઈ મુજબ એક પક્ષ લવાદી ચુકાદાને અલગ રાખવા માટે 1996ની કલમ 34 હેઠળ કોર્ટ સમક્ષ અરજી કરી શકે છે. હવે કોઈપણ ગેરરીતિ ભર્યા આચરણ અને લવાદની ભ્રષ્ટાચારની વિગતો બહાર આવે તો તેના ઉપર આપો આપ સ્ટે આવી જશે. મુખ્ય કાયદાની જોગવાઈમાં લવાદીઓ માટેની લાયકાત, અનુભવ અને સ્પષ્ટ ધારા-ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય કાનૂનમાં લવાદી પક્ષકારને તટસ્થ માનવામાં આવે છે. છેતરપિંડીનો કોઈપણ મુદો બહાર આવે તો તેને અટકાવી શકાશે. આ કાયદામાં લવાદના ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વિગતો જાહેર થાય એટલે ચૂકાદાને આપો આપ કાયમી ધોરણે સ્થગીત કરવાની જોગવાઈ છે. સરકારના આ સુધારા બીલથી ભારતમાં વેપાર, વ્યવહાર અને લવાદનું મહત્વ વધુ વિશ્ર્વાસપાત્ર બનશે.

મધ્યસ્થિ અને સમાધાન અધિનિયમ 1996માં સંશોદન કરીને બનાવેલા આ નવા કાયદામાં લવાદના ભ્રષ્ટાચાર અને ગેરરીતિની સામે તાત્કાલીક ચુકાદો અટકાવી શકાશે અને નિયમો દ્વારા લવાદની માન્યતા માટે પણ યોગ્યતા અને તેની કાર્યક્ષમતા નક્કી થઈ જશે. રાજ્યસભામાં કેટલાંક વિવાદાસ્પદ કેસમાં લવાદ અને મધ્યસ્થિની માન્યતા અને યોગ્યતાના માપદંડો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. નવા અધિનિયમમાં એક એવી જોગવાઈ રાખવામાં આવી છે કે, તેનો પાશ્ર્વાદ ધોરણે અમલ થઈ જશે. લવાદ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં જો ગેરરીતિ સાબીત થશે તો તેમાં હિતધારકને નુકશાન ન જાય તે માટે તાત્કાલીક ધોરણે તેના ઉપર કાયમી સ્ટે આવી જશે. આ નવા અધિનિયમથી દેશમાં પ્રતિષ્ઠિત લવાદ વ્યવસ્થા ઉભી થશે જેનાથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર, લવાદો અને મધ્યસ્થિઓની જવાબદારી વધશે અને તેમાં લવાદની કોઈપણ પ્રકારની ગેરરીતિ હશે તો દાવેદારોને પુરો પુરો ન્યાય મળશે.

આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે, મધ્યવર્તી ચુકાદા માટે કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે છે. હવે અલગ અરજી કરવાની જરૂર રહેશે નહીં. લવાદ અને મધ્યસ્થિની ગેરરીતિ સાબીત થશે તો આપો આપ ચુકાદો અટકાવી દેવાયો ગણાશે. આ કાયદાનો અમલ 23મી ઓકટોબર 2015થી ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.