Abtak Media Google News

ભારતનું સંસદભવન નવા રંગરૂપ સાથે તૈયાર થવા જઈ રહ્યું છે.આ સંસદભવનમાં બેઠક વ્યવસ્થાથી લઈને ભવનની ડિઝાઈનની બાબતમાં એકદમ અનોખું રહેશે.નવું સંસદભવન ટેકનોલોજીથી સજ્જ હશે જેમાં આધુનિક સેવાઓ અને હાઈટેક ઉપકરણોનો પણ સમાવેશ થશે. આ સંસદભવનનો પ્રોજેક્ટ ‘સેન્ટ્રલ વિસ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટનું કાર્ય બિમલ પટેલ નામના આર્કિટેકને સોંપવામાં આવ્યું છે.

શુ હશે નવા સંસદભવનની વિશેષતા ?

નવા સંસદભવનની ઉંચાઈ હાલના ભવન જેટલી જ હશે.નવું બિલ્ડીંગ ગોળની બદલે ત્રિકોણીય હશે.જુના સંસદભવનનો આકાર ગોળ છે અને નવા સંસદભવનનો આકાર ત્રિકોણીય છે ,જ્યારે નવા અને જૂના બિલ્ડીંગને સાથે જોવામાં આવશે ત્યારે ડાયમંડ જેવો આકાર લાગી શકશે.

Screenshot 3 9

નવું સંસદભવન ભૂકંપ પ્રતિરોધક

ભૂકંપથી થતી જાનહાનીથી બચવા માટે આ સંસદભવનને ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવશે.

Screenshot 1 17

અન્ડરગ્રાઉન્ડ સંસદભવન

નવાં સંસદભવનનું નિર્માણ 65 હજાર ચોરસ મીટરમાં થશે જે પેકી 16 હજાર 921 ચોરસ મીટર અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે.

Screenshot 4 4

બેઠક સક્ષમતા વધારવામાં આવશે

ભારતીય સંસદસભામાં બે ગૃહ હોય છે. (૧.)રાજ્યસભા ગૃહ અને (૨.)લોકસભા ગૃહ . નવા સંસદભવનમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બેસવા માટે અત્યાધુનિક બેઠક વ્યવસ્થા હશે. હાલના રાજ્યસભા ગૃહમાં બેઠક ક્ષમતા 280 સભ્યોની છે નવા સંસદભવનમાં બેઠક ક્ષમતા વધીને 384 થશે.હાલના લોકસભા ગૃહમાં 590 સભ્યો બેસી શકે છે જ્યારે નવા સંસદભવનમાં 888 સભ્યો બેસી શકશે.બંને ગૃહોના સંયુક્ત સત્ર સમયે લોકસભા હોલમાં 1271થી વધુ સભ્યો બેસી શકશે.

Screenshot 2 14

ઓફિસર અને કર્મચારીઓ માટે આધુનિક ઓફિસ સુવિધાઓ ઉપલબ્ધ

સંસદની દરેક મહત્વની કામગીરી માટે બધા જ વિભાગોને અલગ અલગ ઓફિસ આપવામાં આવશે.આ ઓફિસ ઓડિયો-વિઝ્યુઅલ ઈક્વિપમેન્ટ સહિતની હાઈટેક ઓફિસને સમકક્ષ હશે.

નવી ડાઇનિંગ વ્યવસ્થા

નવા સંસદભવનમાં ડાઇનિંગ વ્યવસ્થા અને કાફેમાં આધુનિક સગવડતા અને મોકળાશનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

નવા સંસદભવનમાં વીઆઈપી લોન્જની પણ સુવિધા
નવા સંસદભવનમાં કમિટી મિટીંગ માટે અલગ અલગ રૂમને હાઇટેક ઇક્વિપમેન્ટથી સજ્જ કરવામાં આવશે. તો કોમન રૂમ્સ, મહિલાઓ માટે લાઉન્જની સુવિધા હશે.સંસદભવનમાં વીઆઈપી ગેસ્ટ માટે પણ અલગથી લાઉન્જની સુવિધા રાખવામાં આવશે.

નવા સંસદભવનને મળશે ગ્રીન બિલ્ડીંગનું રેટીંગ

નવું સંસદ ભવન હાઈ એનર્જી એફિશિયન્સી સાથેનું હશે જેને ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ પણ મળશે. લોકસભા અને રાજ્યસભા એમ બંને હોલમાં અત્યંત હાઈ ક્વોલિટી એકોસ્ટિક એટલે કે ધ્વનિશાસ્ત્ર પણ રાખવામાં આવશે.

સલામતી માટે ઝોન-5 સેફટી આપવામાં આવશે

નવા સંસદભવનની બિલ્ડિંગની સલામતી માટે ઝોન-5ના સેફ્ટી સ્ટાન્ડર્ડને અપનાવવામાં આવ્યા છે. એરકંડિશનિંગ, લાઈટિંગ તેમજ અન્ય ઇલેક્ટ્રિક સાધનો સરળતાથી અપગ્રેડ થઈ જશે.આ બિલ્ડીંગનું સંચાલન સરળતાથી થઈ શકશે.દિવ્યાંગ વ્યક્તિ આ બિલ્ડીંગનો સરળતાથી ઉપયોગ કરી શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.કોઈ આકસ્મિક બનાવ બને તો બિલ્ડીંગ માંથી સરળતાથી બાર કેમ નીકળવું તેવો રસ્તો પણ બનાવવામાં આવશે.

નવું સંસદભવન વિવિધતામાં એકતા દેખાડશે

ઓમ બિરલા દ્વારા કહેવામાં આવ્યું છે કે , ‘આ સંસદભવન આત્મનરિભર ભારતનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને દેખાડશે. તેને 971 કરોડ રૂપિયાના ખર્ચે 64500 વર્ગમીટરમાં બનાવાશે. આ જૂના સંસદ ભવનથી 17000 વર્ગમીટર મોટું હશે. નવા સંસદ ભવનને બનાવવા માટે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને ઠેકા પર અપાયું છે. સાથે તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.