Abtak Media Google News

ગાંધીધામ સમાચાર

આજે  પદ્મશ્રી દાદા હુન્દ્રાજ દુઃખાયલની જન્મ જયંતીના દિવસે ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત ગાંધીધામ મધ્યે સ્થિત આદર્શ પ્રાથમિક શાળામાં બ્લડ ગ્રુપ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના લગભગ બધા જ 380 બાળકોના બ્લડ ગ્રુપનું ટેસ્ટ કરવામાં આવ્યું. હતું .આ કેમ્પ શાળાના આચાર્ય મુકેશ મંગનાણી તથા ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશભાઈ સુતરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માટે ડોક્ટર ભરતભાઈ બલદાણીયા સાહેબ, લેબ ટેક્નિશિયન પરમાર કપિલભાઈ તથા શાળાના મદદનીશ શિક્ષક આસલ સુરેશભાઈએ જહેમત ઉઠાવી હતી.

ભારતી માખીજાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.