Abtak Media Google News
સિંધી સેવા મંચ આદિપુર અને ગાયત્રી પરિવારના સહયોગથી આદિપુરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ                   

Whatsapp Image 2023 08 23 At 12.56.09

સિંધી સેવા મંચ આદિપુર અને ગાયત્રી પરિવારના સહયોગથી આદિપુરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો . કાર્યક્રમની શરૂઆત ગાંધીધામ સહકારી બેંકના ચેરમેન પરમાનંદ ક્રિપલાણી તથા SRC અને બેંકના ડાયરેક્ટર પ્રેમભાઈ લાલવાણી દ્વારા કરવામાં આવી હતી.સંસ્થાના વડા કમલેશ માઈદાસાણીએ જણાવ્યું કે ઘણા સમયથી એવો વિચાર આવતો હતો કે થોડા સમય પહેલા આવેલા વાવાઝોડામાં ઘણા વૃક્ષો પડી ગયા હતા, જીવનમાં ઓક્સિજનની જરૂર છે,  આ વિચાર સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

સંસ્થાનો વિચાર ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરવાનો છે.સંસ્થા વધુને વધુ વૃક્ષો વાવવા માંગે છે.મહેસાણાથી પધારેલ ભારતીય સિંધુ સભાના મહેમાનો રતનભાઈ (મુખ્ય – મહેસાણા) અને મહેસાણાથી સંજયભાઈ જેઠાણી (મહામંત્રી_મહેસાણા) અને તેમની સાથે આવેલા અન્ય મહેમાનો દ્વારા કાર્યક્રમને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો.અને સંસ્થાને પોતાનો ટેકો અપાયો હતો. સંસ્થાના વડાએ ગાયત્રી પરિવારના નરેન્દ્રભાઈ જોષીનો આભાર વ્યક્ત કર્યો કે જેમણે આ સેવા કાર્યમાં સહકાર આપ્યો. સંસ્થા વતી શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું..

સંસ્થાના ટ્રસ્ટીઓ મનોહર માઇ દાસાણી, નરેન્દ્ર લખવાણી, પ્રમોદ મોટવાણી, એસ.વી. ગોપલાણી, આશા ગુલરાજનીએ તેમનો સહયોગ આપ્યો હતો. રાજુ ઓડરમલ, નરેશ ગુરબાની, મોહન ઉદાસી, મનીષ ભાટિયા, પ્રકાશ મૈદસાની, દિલીપ ભાઈ, સુરેશ ભાઈ, મંજુમીરવાણી, કવિતા રામચંદાણી, પિંકી લછવાણી, તારા સહિત અનેક લોકોએ વૃક્ષારોપણ કરીને પોતાની ફરજ બજાવી હતી.

 ભારતી માખીજાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.