Abtak Media Google News

અનોખુ અને રળિયામણું ઘાસનું જંગલ 

Screenshot 7 7

બન્ની ગ્રાસલેન્ડના લગભગ 3847 ચો.કિમી માં પથરાયેલ ઘાસિયા મેદાનોમાં સારા વરસાદના પગલે પુષ્કળ ઘાસ લહેરાઇ રહ્યું છે. બન્ની ગ્રાસલેન્ડનો વિસ્તાર અનામત જંગલ તરીકે સુરક્ષિત જાહેર થયાં પછી તેનો કબજો બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તક છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલના માર્ગદર્શન હેઠળ બન્ની વિસ્તારમાં ખૂબ જ સારા પ્રમાણમાં ઘાસનું વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે.

Screenshot 8 5

સારા વરસાદથી હાલ બન્નીમાં મબલખ ઘાસ હોતા પશુઓને ભૂખમરો નહીં આવે.બન્નીમાં માનવવસ્તીથી પશુધન બમણું છે.આમ તો બન્ની વિસ્તાર હિજરત માટે જાણીતો છે,કારણ કે આ વિસ્તારમાં અનેક વખત દુકાળ હોય છે તો ક્યારેક વર્ષ સારું હોય છે.ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન રમણીય લાગી રહ્યું છે.ચાલુ વર્ષે ગત વર્ષ કરતા બમણું ઘાસનું વિતરણ કરવામાં આવશે.

Screenshot 9 4

નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલે જણાવ્યું કે દર વર્ષે બન્ની ઘાસ સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત ઘાસનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. ગત વર્ષે 2400 હેક્ટરમાં વાવેતર કર્યુ હતું આ વર્ષે 1300 હેક્ટરમાં રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. ઘાસના વિતરણની વાત કરવામાં આવે તો ગત વર્ષે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયું હતું કે જેમાં વનવિભાગ દ્વારા ઘાસનું હાર્વેસ્ટિંગ થાય તેના સિવાયનો ઘાસ આજુ બાજુના ગામના માલધારીઓ વિનામૂલ્યે પોતે કાપીને લઈ જઈ શકે છે.તો ગત વર્ષે 20 લાખથી પણ વધુ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે ચાલુ વર્ષે આ આંકડો બમણો થઈ શકે છે તેવી સંભાવના રહેલી છે.”

વાવાઝોડામાં પ્રથમવાર સ્થાનિકોને પોતાના જ વિસ્તારના ઘાસ મળ્યા.

Screenshot 11 4

“હાલમાં આવેલ બિપરજોય વાવાઝોડામાં સૂચના મળી એ પ્રમાણે માલધારીઓને ઘાસનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના બન્ની વિસ્તાર છે એમાં બન્નીમાં વનવિભાગના જે ગોડાઉન છે તેમાંથી પાંચ લાખ કિલોથી પણ વધારે ઘાસ સ્થાનિકોને આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે સરકારની સૂચના પ્રમાણે ઢોર દીઠ 4 કિલોગ્રામ દૈનિક અને એક અઠવાડિયા સુધી એવા 5 ઢોર મહત્તમ સંખ્યામાં એક ઘાસકાર્ડ ધારક પર વિતરણ કરવામાં આવ્યું છે અને મહત્વની વાત એ છે કે બન્નીના જે ઘાસ છે તે આ વખતે પહેલી વાર એવું થયું છે કે સ્થાનિકોને પોતાના જ વિસ્તારના ઘાસ મળ્યા છે.”

નવીનગીરી  ગોસ્વામી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.