Abtak Media Google News

ડોમિસ્ટીક ફલાઈટોમાં ફેસ રેર્કોનાઈઝ સિસ્ટમથી થશે પેપરલેસ એન્ટ્રી

એરપોર્ટ તેમજ ફલાઈટની પ્રવેશ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે પેપરલેસ બનાવવાનાં ભાગરૂપે હવે આઈડી પ્રુફનું સ્થાન ફેસ રેકોગનાઈઝેશન સિસ્ટમ લેશે ચેહરો ઓળખવાની આ મશીન બાયોમેટ્રીક તરીકે ઉપયોગમાં લેવાશે ડોમેસ્ટીક ફલાઈટોના પરિવહન માટે હવે ટીકીટ કે આઈડી પ્રુફની કંકાશ રહેશે નહી ચેહરાથી જ તમારી ઓળખ સાબિત થશે આ પ્રક્રિયાને ૬ મહિનામાં દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ અને બેંગ્લોર સહિતના મેટ્રો એરપોર્ટ ઉપર શરુ કરવામાં આવશે.

થમ્બ સ્કેનના વિકલ્પમાં ચહેરો ઓળખતી મશીનનું ચયન કરવામાં આવ્યું છે. બોર્ડીંગ પાસ કરવા માટે ચેહરાથી તમારે સાઈન ઈન કરવાનું રહેશે જેમાં ડિજી યાત્રાના માધ્યમથી અપડેટ કરવામાં આવશે.

પરંતુ વર્તમાન સમયમાં આ પ્રક્રિયાને ફરજીયાત કરવામાં આવી નથી મુસાફરો એવિએશન મિનિસ્ટ્રીના પોર્ટલ ઉપર પાસપોર્ટ, આધાર અથવા ડ્રાઈવીંગ લાઈસન્સ દ્વારા પ્રવેશ મેળવી શકશે.

ફેશીયલ હેટા ભારતીય એરપોર્ટ ઉપર સુરક્ષીત રહે તેની પૂરતી કાળજી લેવામાં આવશે. બાયોમેટ્રીક ટેકનોલોજીની મદદથી મુસાફરોની ઓળખ પેપરલેસ કરવામાં આવશે. ડીવાય લીંક ડેટાબેઝથી ફલાઈટનું બુકીંગ અને એરપોર્ટ લગતી વિગતો જાણી શકાશે જે સંપૂર્ણ રીતે સુરક્ષીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.