Abtak Media Google News

ખેડુતોની આવક ડબલ કરવા રૂપાણી સરકારનું સતયુત પગલું

ખેતીમાં સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને સુધારવાની ખુબ જ જરૂર

આપણે સૌ જાણીયે છીએ કે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. મુખ્યત્વે ભારતનાં અનેક રાજય ખેતી આધારીત તેમનો વિકાસ નજરે પડતો હોઇ છે. પરંતુ જો વાત ખીતેને લઇ અન્ય દેશા સાથેની સરખામણીમાં કરીઇ તો ભારત દેશ કરતા અન્ય દેશો ખેત ઉત્પાદનમાં ઘણા આગળ છે.

ખેતીની જયારે વાત કરવામાં આવે ત્યારે નાવવંત પ્રોડકરો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતા ૩૩ ટકા પ્રોડકટ નાશ્વંત થઇ જતી હોઇ છે. જયારે અન્ય દેશોમાં નાશવંત પ્રોડકટનું પ્રમાણ માત્ર દોઢગી બે ટકાનું છે. કારણ માત્ર  એટલુ જ છે કે બીજા દેશોમાં નાશ્વંત પ્રોડકટ હોઇ કે અન્ય કોઇ ત્યાંની ડીસ્ટ્રીબ્યુશન ચેઇન અને તેની સિસ્ટમ ખુબ જ સુચારૂ રૂપથી ચાલી રહે છે.

જયારે ભારત દેશની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો કોઇ નેઢો જ નથી. જેના કારણે ૩૩ ટકા જેટલી ચીજવસ્તુ, શાકભાજી, ફળો નાશ્વંત થઇ જાઇ છે. જેને લઇ ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે ગુજરાતના કોલ્ડ સ્ટોરેજની ક્ષમતામાં વધારો થાય, જેથી ખેડુતોને પુરતો ભાવ મળી શકે, અને ખેત ઉત્પાદીત ચીજવસ્તુઓને સારી રીતે જાળવણી પણ કરી શકાઇ ચીજ વસ્તુઓનો નાશ થવાથી ઘણી પ્રોડકટોની અછત જોવા મળે છે.

અને તે પ્રોડકરો મોંધી થતી હોઇ છે. જે લોકોની ફરીયાદ પણ છે. આ તમામ મુદ્દાઓને સરકારે ઘ્યાને લેવું જોઇએ. અને સ્થિતિ કેમ સુધરે તે વિશે માહીતી અને તેનું નિરાકરણ કઇ રીતે થાઇ તે જોવાનું રહ્યું. સવિશેષ ડુંગળીની વાત કરીઇ તો માર્ચ-એપ્રિલમાં ડુંગળી લોકોને ખુબ જ રોવડાવતી હોઇ છે.

ભાવો પણ એટલા બધા વધી જતા હોઇ છે. તો સામે મજુરોને પોતાની મજુરી ન નીકળવાની પણ ભીતી રહે છે. વધુમાં વાત કરીઇ તો ખેતીને હાલનાં સમય સુધી ઉઘોગનો દરરજો નથી મળ્યો, જેથી ખેડુતોને પોતાની ખેતી માટે લોન જોતી હોઇ, તો તે પણ બેન્કોમાંથી નથી મળતી જયારે ખેતી જ મહદ અંશે લોકોની જીવન જરુરીયાત ચીજ-વસ્તુઓ પુરી પાડવામાંં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે પ કરોડની ખેતીની જમીન હોઇ તો પણ ખેડુતને પ૦ લાખની લોન નથી મળતી

જયારે ઉઘોગોને પ૦ લાખની જમીનમાં પ કરોડની લોન મળે છે. કયાંક ને કયાંક આજે વિસંગતતા નો માહોલ છે. તે ન હોવો જોઇએ.

ભારત દેશને ઘણા આલ્યા માલ્યા અને જમાલ્યા લોકો ચુના લગાડી આવ્યા ગયા છે  દેશ છોડીને ત્યારે બેન્કો પણ ખેડુતોને એ જ રીતે જોવામાં આવી રહ્યા છે. બેન્કો ખેડુતોને ચોરની નજરે જોવે છે. ખેડુતોને લોન પણ બેન્કો નથી આપતી, ત્યારે પ્રાઇવેટ બેન્કો પાસેથી ખેડુતોએ લોન લેવી પડે છે. અને રૂપિયા ન ચુકવાઇ તો તેઓએ પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોઇ છે.

જયાં અન્ય દેશોમાં ખેતીમાં રોકાણકારો રોકાણ પણ કરે છે. જે પઘ્ધિતિ ભારત દેશમાં જોવામાં નથી આવતી. ડિસ્ટ્રીબ્યુસન સિસ્ટમની વાત કરીઇ તો વચ્ચેટીયાઓના ત્રાસ ખુબ જ વધુ છે. જેથી ખેડુતો હોઇ કે ગ્રાહકો હોઇ પુરતો ભાવ જે ખેડુતોને મળવો જોઇએ તે નથી મળી શકતો અને જેના કારણે ખેડુતોને રોવાનો વારો આવે છે.

બહારના દેશોમાં ખેતીમાં હેલીકોપ્ટર મારફતે દવા છાટવામાં આવે છે. કારણ કે તેઓને ખેતીમાંથી ખુબ જ વધુ આવક થતી હોઇ છે. અને તેનો ઉપયોગ તેઓ ટેકનોલોજી વિકસાવવા કરતા હોઇ છે. ત્યારે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ ઘણો પછાત છે.

અન્યની સરખામણીમા ભારત દેશમાં માત્ર ચાર રાજયો એ જ પ્રારંભિક ધોરણે કોન્ટ્રાકટ ર્ફોમીંગ ઉપર અગ્રેસર થયા છે. જેમાં પંજાબનો પણ સમાવેશ થાઇ છે. બહારના દેશોમાં બેકીંગ પ્રોડકટોને એક જ સ્થળ ઉપર રાખવામાં આવે છે. જેથી લોકોને નિયત સ્થળ ઉપરથી જ તે વસ્તુઓની ખરીદી કરી શકે છે. અને તેનો મહત્મ ઉપયોગ પણ કરી શકે.

એટલે જો આ તમામ મુદ્દાઓ સરકાર ઘ્યાને લઇ ખેતી ઉપર ઘ્યાન લઇ ખેતી ઉપર ઘ્યાન કેન્દ્રીત કરે તો ખેતીમાં ક્રાંતિ સર્જાઇ શકે છે. અન્ય દેશો ખેતી પ્રદાન ન હોવા છતાં તેઓે ખેતીમાંથી મહત્મ રૂપિયા કમાઇ છે. ત્યારે ભારતમાં પરિસ્થિતિ વિપરિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.