રાજકોટ: આરબીએ પેનલને સિનિયર-જૂનિયર વકીલો અને તમામ બારનું સમર્થન: વિજય નિશ્ચિત

‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા આરબીએ પેનલના ઉમેદવારોનું નવી કોર્ટ બિલ્ડીંગમાં ધારાશાસ્ત્રીઓની તમામ જરૂરીયાત ધ્યાને રાખવાનું મતદાર વકીલોને વચન

હાઇકોર્ટની સર્કિટ બેન્ચ અને વધુને  વધુ ટ્રિબ્યુનલ કોર્ટ રાજકોટને મળે  તેવા આરબીએ પેનલના ઉમેદવારના પ્રયાસો રહેશે

ગૌરવવંતા રાજકોટ બાર એસોસિએશનની ગરીમા વધારવાની એડવોકેટ શ્યામલ સોનપાલ અને પરેશ મારૂની લાગણીને ધ્યાને લઇ સિનિયર ધારાશાસ્ત્રીઓ ચૂંટણી લડવા તૈયાર થયા: મહર્ષિભાઇ પંડયા

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સિનિયર એડવોકેટ દુર રહેતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી બાર અને બેન્ચ વચ્ચેના સંબંધોનું સંતુલન જાળવવામાં, કોર્ટ સંકુલનું વાતાવરણ, ગૌરવવંતા બાર એસોસિએશનની ગરીમા વધારવા અને નવા કોર્ટ બિલ્ડીંગમાં તમામ ધારાશાસ્ત્રીઓની જરૂરીયાત ધ્યાને રાખવી સિનિયર ધારાશાસ્ત્રીઓને ચૂંટણી લડવામાં આગળ આવવા કરાયેલા અનુરોધના પગલે બનેલી આરબીએ પેનલના ઉમેદવારો ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે સિનિયર અને જુનિયર વકીલોએ વિસ્તૃત ચર્ચા કરી આરબીએ પેનલને સ્વંયભુ સિનિયર અને જુનિયર એડવોકેટ તેમજ તમામ બારનું સમર્થન મળી રહેતા આરબીએ પેનલનો વિજય નિશ્ર્ચિત બન્યા અંગેનો સુર વ્યક્ત કર્યો હતો.

રાજકોટ બાર એશોસીએશનની જે ધાક અને શાખ હતી તે છેલ્લા થોડા વર્ષોમા ઉતરોતર  ઘટી રહી છે.  જેનાથી ચિંતીત થઈ એક્સરખી વિચારસરણી ધરાવતા અમુક ધારાશાસ્ત્રીઓના ગ્રુપે રાજકોટ બાર એશોસીએશનનુ સુકાન જુની પેઢીના ધરખમ સિનિયર  ધારાશાસ્ત્રી ઓ સંભાળે એવો આગ્રહ કરતા સીનીયર ધારાશાસ્ત્રી ઓ રાજકોટ બાર  એશોસીએશનની પ્રતિષ્ઠાનુ પુન: સ્થાપન કરવા માટે થઈને તૈયાર થઈ  આર.બી.એ. પેનલ  બનાવી ચુંટણી લડવાની તૈયારી દર્શાવેલ.   હતી.

આર.બી.એ. પેનલ માંથી પ્રમુખપદે જાણીતા ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, ઉપપ્રમુખ  પદે રેવન્યુ કાયદાના નિષ્ણાંત નલિનભાઈ પટેલ, સેક્રેટરી પદે બ્રમ્હ અગ્રણી એડવોકેટ દિલીપભાઈ  જોષી, જોઈન્ટ સેક્રેટરી પદે ક્રિમીનલ બાર એસોશીએશનના જયેન્દ્રસિંહ રાણા, ટ્રેઝરર પદે  બી.જે.પી. લીગલ સેલના પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, તથા લાઈબ્રેરી સેક્રેટરી  તરીકે સ્વ. ચિમનભાઈ શુકલના ભત્રીજા અને ધનશ્યામભાઈ શુકલના પુત્ર વરીષ્ઠ ધારાશાસ્ત્રી  જયદેવભાઈ શુકલએ ઉમેદવારી  નોંધાવી છે.

જયારે આર.બી.એ. પેનલ માંથી કારોબારી સભ્યો તરીકે તાજેતરમાં જ 7પ વર્ષ પુરા  કરનાર જુની પેઢીના જાણીતા ધારાશાસ્ત્રી  બીપીનભાઈ મહેતા, રાજકોટ બાર એશોસીએશનના  અગાઉ ચાર વખત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવનાર વરીષ્ઠ ધારાશાસ્ત્રી   તુલશીદાસભાઈ ગોંડલીયા, રાજકોટ લેબર બાર એસોશીએશનના ભુતપુર્વ પ્રમુખ તથા સંધના  જાણીતા એડવોકેટ  ગીરીશભાઈ ભટૃ, લેબર બાર એસોશીએશનના ભુતપુર્વ પ્રમુખ જી. આર.  ઠાકર, દિવાની કાયદાના પ્રખર વરીષ્ઠ ધારાશાસ્ત્રી મહર્ષીભાઈ પંડયા, ટ્રસ્ટ લો ના વરીષ્ઠ  ધારાશાસ્ત્રી બીપીનભાઈ કોટેચા, રેવન્યુ કાયદાના નિષ્ણાંત જી. એલ. રામાણી, જાણીતા નોટરી   એડવોકેટ જયંતભાઈ ગાંગાણી, તથા કોગ્રેસ લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર અને જુનીયર  ધારાશાસ્ત્રીઓમા ખુબ જ લોકચાહના મેળવનાર જીજ્ઞેશભાઈ જોષીએ પોતાની ઉમેદવારી   નોંધાવી છે. જયારે મહીલા અનામત કારોબારી સભ્યની બેઠક ઉપર ભુતપુર્વ સરકારી વકીલ  રજનીબા  રાણાએ આર.બી.એ. પેનલ માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આર.બી.એ. પેનલ ના  નેજા હેઠળ લડતા તમામ ધરખમ તથા વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓએ પક્ષ્ાવાદ, જુથવાદ, જ્ઞાતિવાદ થી

દુર રહી માત્ર અને માત્ર રાજકોટ બાર એશોસીએશનની ગરીમા તથા પ્રિ તષ્ઠાનુ પુન:સ્થાપન કરવાના એકમાત્ર સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવતા તમામ સિનિયર તથા જુનીયર વકીલોએ  સ્વયંભુ તેઓની ઉમેદવારીને વધાવી અને તેઓને જંગી બહુમતીથી જીતાડવા રાત દિન એક કરી  પ્રચાર કાર્ય પુરજોશમા ચાલુ કરી  દેતા આર.બી.એ. પેનલને  સર્વત્ર સમર્થન મળી રહ્યું છે.

અબતકના મેનેજીંગ  તંત્રી  સતીષકુમાર મહેતા સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન એકદમ  હળવા વાતાવરણમા આર.બી.એ. પેનલ માંથી ચુંટણી લડી રહેલ પ્રમુખ પદના ઉમેદવાર   લલિતસિંહ શાહીએ આગમી વર્ષ દરમ્યાન નવા કોર્ટ બીલ્ડીંગનુ ઉદધાટન થવાની પ્રબળ  શક્યતાઓ હોય તેવા સંજોગોમા નવા કોર્ટ બીલ્ડીંગમા તમામ સીનીયર તથા જુનીયર વકીલ  મીત્રોને તેઓની તમામ જરૂરીયાતો મળી રહે તેવા પ્રયત્નો કરવાની ઈચ્છા દર્શાવેલ છે. તેમજ  સીનીયર ધારાશાસ્ત્રી મહર્ષીભાઈ પંડયાએ એવુ જણાવેલ હતુ કે સમગ્ર સોૈરાષ્ટ્રના  ધારાશાસ્ત્રી ઓને તથા પક્ષ્ાકારોને અમદાવાદ સુધી કે ગાંધીનગર સુધી ન્યાય માટે લાંબુ ન થવુ પડે તે માટે રાજકોટ મા અલગ અલગ ટ્રીબ્યુનલની બેંચ આપવામા આવે તેવા પુરતા પ્રયત્નો  કરવામા આવશે.

આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન બી.જે.પી. લીગલ સેલના પ્રદેશ કારોબારી સભ્ય   કિશોરભાઈ સખીયાએ એવુ જણાવેલ કે તાજેતરમા જ ચુંટણી દરમ્યાન પ્રદેશ પ્રમુખ  સી. આર.  પાટીલ સાહેબે રાજકોટના વકીલો સાથેના એક સમારંભમા રાજકોટને હાઈકોર્ટની સરકીટ બેંચ  આપવાનો વર્ષો જુનો પ્રશ્ર્ન શક્ય એટલો વહેલો ઉકેલવાની ખાત્રી   આપી છે. તેના ભાગરૂપે  જ ભા.જ.પ. ધ્વારા તેમના ચુંટણી ઢંઢેરામા પણ રાજકોટ તથા સુરતને હાઈકોર્ટની સરકીટ બેંચ  આપવાનો મુદો જાહેર કર્યો છે. જેથી રાજકોટને હાઈકોર્ટની સરકીટ બેંચ મળે એવા પુરતા પ્રયત્નો  કરવાની ખાત્રી આપેલ  છે.

આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન આર.બી.એ. પેનલના ઉમેદવારો તથા કારો બારી સભ્યો સાથે તેમના સમર્થકો પ્રખ્યાત ધારાશાસ્ત્રીઓ   શ્યામલભાઈ સોનપાલ, પરેશભાઈ મારૂ,  ભગીરથસિંહ ડોડીયા, દીલેશભાઈ શાહ, વિશાલભાઈ ગોસાઈ, બિમલભાઈ જાની, નિલેશભાઈ  વેકરીયા, જયેન્દ્રભાઈ ગોંડલીયા, સંદીપભાઈ વેકરીયા, જશ્મીન ગઢીયા, નિશાંત જોષી, હર્ષીલ  પીયુષભાઈ શાહ, વિશાલ સોલંકી, શકુંતલાબેન પરમાર, મિતલબેન સોલંકી, રીતીકાબા ઝાલા,  વિગેરે હાજર    રહ્યા હતા.

ધરખમ અને વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓની આર.બી.એ. પેનલને રાજકોટ બાર  એશોસીએશનના વર્તમાન પ્રમુખ અર્જુનભાઈ પટેલ, સેક્રેટરીશ્રી પી. સી. વ્યાસ, ટ્રેઝરર જીતુભાઈ  પારેખ, ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ સહસંયોજક અને જાણીતા ધારાશાસ્ત્રી અનીલભાઈ  દેશાઈ, બાર કાઉનસીલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર સંજયભાઈ વ્યાસ, ભુતપુર્વ બંદર મંત્રી  શ્રી ઉમેશભાઈ રાજયગુરૂ, ભા.જ.પ. અગ્રણી કશ્યપભાઈ શુકલ, કોગ્રેસ અગ્રણીઓ જસવંતસિંહ  ભટૃી, પરકીનભાઈ રાજા, અશોકસિંહ વાધેલા, વી. સી. દોશી, એસ. સી. દોશી, પ્રવિણભાઈ  કોટેચા, જયેશભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ દક્ષ્ાીણી, પીયુષભાઈ શાહ, મહેશભાઈ ત્રિવેદી,  કમલેશભાઈ શાહ, અમીતભાઈ ભગત, શાંતનુભાઈ સોનપાલ, મનીષભાઈ ખખ્ખર, રાજેશભાઈ  દલ, નિલેશભાઈ શેઠ, ધર્મેશભાઈ શેઠ, જીજ્ઞેશભાઈ શાહ, ભાવીનભાઈ દફતરી, પથીકભાઈ  દફતરી, ચેતનભાઈ પંજવાણી, કે.સી.વ્યાસ, સંજયભાઈ જોષી (સંજુ બાબા), વિગેરે પોતાનુ  સમર્થન જાહેર કરી આર.બી.એ. પેનલના તમામ ઉમેદવારોને ચુટી કાઢવા અપીલ કરેલ છે.

આર.બી.એ. પેનલને રાજકોટ ક્રિમીનલ બાર એશોસીએશનના પ્રમુખ તુષારભાઈ  બસલાણી, હીતેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ કામદાર, ગરીશીભાઈ કોટક, ડી. સી. વ્યાસ,  ભરતભાઈ સોનેજી, ધિંમતભાઈ જોષી, દિલીપભાઈ ગાંગાણી, મનોજભાઈ તંતી, નરેન્દ્રસિંહ  ચાવડા, હેમલભાઈ ગોહેલ, મયુરભાઈ પંડયા, અજયભાઈ ચાપાનેરી, કમલેશભાઈ રાવલ,  ભાવેશભાઈ ઠુંમર, દિપકભાઈ દતા, ભદ્રેશભાઈ વાળા, નિલેશભાઈ ગણાત્રા, સંજયભાઈ પંડયા,  પી. એમ઼ જાડેજા, પિયુષભાઈ કારીઆ, કોૈશીકભાઈ ખરચલીયા, રાજેશભાઈ મહેતા, ધવલભાઈ  મહેતા, ડી. બી. બગડા, અશ્ર્વીનભાઈ મહાલીયા, ગોૈરવભાઈ મહેતા, સત્યજીત ભટૃી,  હીતેષભાઈ ભાયાણી, અજયભાઈ બારોટ, દિપકભાઈ બારોટ, સહીતના તમામ સભ્યોએ  આરબીએ પેનલને ટેકો જાહેર કરી ચૂંટણી  પ્રચારના  કાર્યમાં ખંભે ખંભો મેળવી જહેમત ઉઠાવી રહ્યા છે.

તેમજ એમ઼એ.સી.પી. એસોશીએશનના પ્રમુખ અજયભાઈ જોષી, ઉપપ્રમુખ એ. યુ.  બાદી, હીમતભાઈ સાયાણી, સંજયભાઈ બાવીસી, એ. જી. મોદન, સુનીલભાઈ મોઢા, જે. જે.  ત્રિવેદી, જી. આર. પ્રજાપતિ, ગુલફામભાઈ સુરૈયા, એ. ટી. જાડેજા, એસ. ટી. જાડેજા, પી.  આર. દેશાઈ, ધર્મીષ્ઠાબેન જોષી, રક્ષ્ાાબેન ઉપાધ્યાય, જયભાઈ ચોૈધરી, એમ઼ એ. સુરૈયા,  ભાવેશભાઈ મક્વાણા, મોૈલીક જોષી, પ્રિયાંક ભટૃ સહીતના તમામ સભ્યોએ પોતાનો ટેકો જાહેર  કરેલ છે.

તદઉપરાંત રાજકોટ રેવન્યુ પ્રેકટીસનર્સ એશોસીએશનના તમામ હોદેદારઓ તથા મહીલા બાર એસોશીએશનના તમામ હોદેદારો તથા સભ્યો, લોયર્સ સ્પોટર્સ

ફાઉન્ડેશનના તમામ઼ હોદેદારો તથા સભ્યો, નોટરી બાર એશોસીએશનના તમામ  હોદેદારો તથા સભ્યો, ગુજરાત નોટરી ફેડરેશનના તમામ હોદેદારો તથા સભ્યોએ

આર.બી.એ. પેનલને જંગી બહુમતીથી ચુટી કાઢવા પોતાનો સંપુર્ણ ટેકો જાહેર  કરતા રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં   આરબીએ પેનલનું ભારે  બની ગયું છે.  આરબીએ પેનલનો  વિજય નિશ્ર્ચિત  બની ગયો છે.

આરબીએ પેનલને વકીલ મંડળો અને વિવિધ સમાજના એડવોકેટનો ટેકો

બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં પથમ વખત વરિષ્ઠ વકીલોઓએ આરબીએ પેનલ મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ પરાકાષ્ઠી પહોંચ્યો છે. જેમાં સિનિયર જુનિયર અને વિવિધ બાર તેમજ અન્ય જ્ઞાતિઓના વકીલો નો ટેકો સાપડી રહ્યો છે.જેમાં લેબર 1ર એસોસિયેશન આરબીએ પેનલને ટેકો જાહેર કર્યો છે. જેમાં લેબર 1ર ના પ્રમુખ એમ એમ તન્ના ઉપપ્રમુખ ડીસી વ્યાસ અને સેક્રેટરી જયેશભાઈ યાદવ સહિતના સિનિયર એડવોકેટ ઓફ ઉપસ્થિત રહ્યા હતા.

રઘુવંશી એડવોકેટ દ્વારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની આરબીએ પેનલના સમર્થનમાં સાંજે એક બેઠકનું આયોજન કરી સિનિયર ધારાશાસ્ત્રીઓને વિજય બનાવવા હાકલ કરી છે. રઘુવંશી એડવોકેટએ ટેકો જાહેર કર્યો છે જેમાં પ્રવીણભાઈ કોટેચા ચંદ્રકાંતભાઈ દક્ષિણી અશ્વિનભાઈ પોપટ શાંતુનો ભાઈ સોનપાલ અમિતભાઈ ભગત મનીષભાઈ ખખર સહિતના અનેક એડવોકેટે એ સમર્થન આપ્યું છે.

આ ઉપરાંત બ્રહ્મ સમાજના વકીલો પણ આરબીઆઈની પેનલમાં બેઠકનું આયોજન કરી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓને છૂટી કાઢવા માટે હાકલ કરી છે અને જેમાં અમિતભાઈ જોશી મહેશભાઈ ત્રિવેદી સંજયભાઈ વ્યાસ હરેશભાઈ દવે નરેશભાઈ દવે જયેશભાઈ જાની પીસી વ્યાસ ઉમેશભાઈ રાજ્યગુરુ ગજેન્દ્રભાઈ જાની અજયભાઈ જોષી હેમંત જોશી સહિતના અનેક સિનિયર જુનિયર એડવોકેટ ઓફ નેસ મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે