Abtak Media Google News

સમલૈગિક લગ્નમાં કિસ્સામાં પતિ-પત્નીને અલગથી કંઇ રીતે ગણી શકાય? સજાતિય લગ્નના મુદે સમગ્ર સમાજ પર અસર થઇ શકે તેમ વડી અદાલતે ઠરાવી પાંચ ન્યાયધિશની બંધારણીય બેન્ચમાં સુનાવણી હાથ ધરાશે

સજાતિય લગ્નને કાનૂની માન્યતા અંગેની અરજીની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સમલૈગિંક લગ્નના કિસ્સામાં પતિ-પત્નીને અલગથી કંઇ રીતે ગણી શકાય તેવા સલાવ ઉઠયા હતા. આવા સંબંધથી સમગ્ર સમાજ પર દુરગામી અસર થઇ શકે તેમ ઠરાવી વધુ સુનાવણી માટે સુપ્રીમની બંધારણીય બેન્ચમાં તા.18 એપ્રિલે વધુ સુનાવણી આગળ ધપાવવામાં આવશે

Advertisement

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ, પી.એસ.નરસિમ્હા અને જે.બી.પારડીવાલાની બેન્ચમાં સમલૈગિક લગ્નને કાયદેસર બનાવવાની માગણી કરતી અરજી અંગે થયેલી સુનાવણી દરમિયાન સમાજનો વિકાસ કંઇ રીતે  થશે?, આ લગ્નની ઓળખ? સજાતિય લગ્ન કરનારને બાળક દતક લેવા, બાળકનું યોગ્ય પ્રતિબિબ, જીવન અને સ્વતંત્રતાના બંધારણીય અધિકારો અંગે ચર્ચા થઇ હતી. જેની ભવિષ્યમાં અસર થઇ શકે તેમ હોવાથી સુપ્રીમની બંધારણીય બેન્ચ સમક્ષ વધુ સુનાવણી કરવામાં આવશે.

આ મુદે કેન્દ્ર સરકાર દ્વારા સજાતિય લગ્નને માન્યતા આપવામાં આવશે તો સામાજિક મુલ્ય પર નકારાત્મક અસર પડી શકે તેમ છે. સજાતિય લગ્નનોની માન્યતાનો વિરોધ કર્યા બાદ સરકાર કોઇની વ્યક્તિગત સ્વતંત્રામાં હસ્તક્ષેપ કરવા નથી ઇચ્છતી પમ જયાં સુધી વાત લગ્ન સંસ્થા અંગે છે તો આ મુદો જરુર નિતિગત કહી શકાય તેમ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચમાં પ્રેમ કરવાનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર પહેલેથી અકબંધ છે. તે અંગે દખલ કરી રહ્યા નથી પરંતુ કોર્ટૈે કહ્યુ  હતુ કે આનો અર્થ એ નથી કે, તેમાં પ્રેમ કરવાનો અધિકાર પણ સામેલ હોવો જોઇએ, લગ્ન કરો અને અદાલતોએ આમ કરવામાં સાવચેત રહેવું જોઇએ જયારે બચાવ પક્ષના વકીલ દ્વારા લગ્ન કરવાનો અધિકાર તેમના જાતિય અભિગમના આધારે કોઇ પણ વર્ગના અધિકારીને નકારી શકાય નહી.

કેન્દ્ર સરકારે ગે અને લેસબિયન સમલૈગિંક લગ્નને મંજુરી આપતી અરજીનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની વિરુધ્ધ છે. પરિવારની ભાવના રહેલી છે. પતિ-પત્નીના લગ્નેતર સંબંધોથી બાળકોનો જન્મ થાય છે. સમલૈગિંક સંબંધ સેકસ માણવું અને લગ્નની કાયદેસરતા આવવાની બાબત  ભારતીય સંસ્કૃતિની વિરુધ્ધમાં છે.

સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા 56 પેઇઝના રુજ કરેલા સોગંદનામામાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ ઘણા નિર્ણયમાં વ્યક્તિગત સ્વતંત્રાના અર્થઘટનને સ્પષ્ટ કર્યુ છે. સમલૈગિંક લગ્નના વિવાદમાં પતિ-પત્નીને કેવી રીતે અલગથી ગણી શકાય તેવો સવાલ થયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.