Abtak Media Google News

બે દિવસમાં 239 દબાણોમાં ચાર કરોડ જમીન ખૂલ્લી થઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્રના જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડી.વાય.એસ.પી.ઓ સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ તથા કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન હીંડાણી તથા દ્વારકા જિલ્લા પોલીસના એલ.સી.બી. એસ.ઓ.નું. પોલીસ તથા સ્થાનિક પોલીસના એકાદ હજાર પોલીસ કાફલા તથા એસ.આર.પી.ના હથિયારવારી પોલીસ સાથે શરૂ થયેલ હર્ષદ ગાંધવીમાં ડિમોલીશનના બીજા દિવસે પણ અવિરત રહ્યું હતું તથા બે દિવસમાં કુલ 239 દબાણો દૂર કરાયા હતા. જેમાં ચાર કરોડની કિંમતની જમીન ખૂલ્લી થઇ હતી.

Advertisement

પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ આ અંગેની વિગતો આપતા જણાવેલ કે શનિવારના ઓપરેશનમાં ચાર ધાર્મિક સ્થળો, 33 વાણીજ્વીક સ્થળો તથા 65 રહેણાંક મકાનો મળીને કુલ 102 સ્થળોએ દબાણો હટાવાયા હતા તથા 3.70 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત 1.97 કરોડની થવા જાય છે તેટલી હતી. જ્યારે રવિવારે બીજા દિવસે 16 કોમર્શિયલ અને 121 રેસીડેન્સીયલ મળીને 137 દબાણો દૂર કરાયા હતા તથા 5.09 લાખ ચોરસ ફૂટ જમીન ખાલી થઇ હતી. જેની બજાર કિંમત 1.98 કરોડની થવા જાય છે. દરિયાની નજીકના વિસ્તારોમાં સરકારી જમીનમાં મકાનો, દુકાનો, વંડાઓ, ગોડાઉન વિગેરે બનાવીને કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તથા કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા હતાં.

બેટ દ્વારકા ડિમોલીશન કરનાર સમીર સારડાનું આયોજન અગાઉ બેટ દ્વારકામાં કરોડોની જમીન ખૂલ્લી

દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ કુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરનાર ડી.વાય.એસ.પી.સમીર સારડા તથા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા હર્ષદ ગાંધવીના ડિમોલીશન અંગે ખાસ આયોજન કરાયું હતું તથા દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તથા કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન હીંડાણી સાથે ચર્ચાઓ કરીને આખાયે આયોજનની રૂપરેખા બનાવીને દબાણકારોને નોટીસો આપીને કાયદેસરની પ્રક્રિયા કરીને આ કાર્ય કરવામાં આવ્યું હતું.

ત્રીજા દિવસે પણ ઓપરેશન અવિરત

દ્વારકા જિલ્લા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા બેટ દ્વારકામાં અભૂતપૂર્વ ડિમોલીશન પછી હર્ષદ ગાંધવીમાં શરૂ થયેલું ડિમોલીશન આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું તથા દુકાનો તથા રહેણાંક મકાનોના દબાણો હટાડવાની કામગીરીથી જેસીબી તથા અન્ય મશીનોથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.