Abtak Media Google News

પંજાબની નારાયણી હર્બલ નામની ફેકટરી ઉભી કરી નશાયુક્ત સિરપ ગુજરાતમાં ઘુસાડતો શખ્સ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપાયો

એક વર્ષમાં બે લાખ બોટલ નશાયુકત સિરપ બોગસ જીએસટી નંબર અને ખોટી બીલ્ટીના આધારે ગુજરાતના વિવિધ જિલ્લામાં ઘુસાડી

એકસાઇઝ અને ફુડસ વિભાગના નિતી નિયમનો દુરૂપયોગ કરી વધુ માત્રામાં ઇથાઇલ આલ્કોહલનું મિશ્રણ કરી અસરકારક નશાયુકત સિરપ બનાવતું

ડ્રગ્સ અને નશીલા પદાર્થના કાળા કારોબારના કારણે પંજાબના યુવાધન બરબાદ થઇ ગયા બાદ પંજાબના લેભાગુ દ્વારા ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી ઉડતા ગુજરાત બનાવી યુવાધનને બરબાદ કરવાના ખૌફનાક કૌભાંડનો ખંભાળીયા પોલીસે પર્દાફાસ કર્યો છે. ખંભાળીયાથી ઝડપાયેલા નશાયુકત આલ્કોહલની તપાસનો દોર પંજાબ સુધી લંબાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી પંજાબના શખ્સે નશાયુક્ત સિરપની બે લાખ બોટલ બોગસ જીએસટી નંબર અને ખોટી બીલ્ટીના આધારે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં સપ્લાય કર્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે.પંજાબનો શખ્સ એકસાઇઝ અને ફુડસ વિભાગના નિતી નિયમનો દુર ઉપયોગ કરી વધુ માત્રામાં ઇથાઇલ આલ્કોહલનું મિશ્રણ કરી સિરપને અસરકારક બનાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ખંભાળીયા પોલીસે પંજાબની ફેકટરી પર દરોડો પાડયા ત્યારે ત્યાંથી નશાયુક્ત સિરપની બે લાખ બોટલ તૈયાર કરી શકયા તેટલો રો મટીરીયલનો જંગી જથ્થો મળી આવ્યો છે. નશાયુક્ત સિરપ તૈયાર કરીને ગુજરાતમાં જ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી એલસીબી પોલીસે આયુર્વેદિક સી25ની 4,000 બોટલ ભરેલો એક શંકાસ્પદ આઇસર ટ્રક કબજે કરી, ઊંડાણપૂર્વકની તપાસમાં રૂપિયા 5.96 લાખની કિંમતની સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સી25નો જથ્થો કબજે કયી હતો. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ભરત નકુમ, ખંભાળિયાના વેપારી ચિરાગ થોભાણી, સુરેશ ભરવાડ તથા સિધ્ધરાજસિંહ ઝાલા દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં આલ્કોહોલ યુક્ત પીણાંનું ઉત્પાદન કરતી અમદાવાદ સ્થિત ફેક્ટરી પર દરોડો પાડીને અનઅધિકૃત હાલતનો જથ્થો મોટી માત્રાનો સીઝ કર્યો હતો.

આ પછી ગત તારીખ 10 ઓગસ્ટના રોજખંભાળિયા નજીકનાભાણવારી ગામના પાટીયા પાસેથી ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી તથા ડી-સ્ટાફ દ્વારા નજીક અકરમ નજી2 બાનવા નામના શખ્સની દુકાનમાં દરોડો પાડી, અહીંથી પણ આલ્કોહોલ યુક્ત દવાની આડમાં રાખવામાં આવેલો આલ્કોહોલ યુક્ત પીણાંની રૂપિયા 26.28 લાખનીકિંમતનો 15,624 બોટલનો જથ્થો કબજે કયી હતો. આ શખ્સ દ્વારા પોતાના ભાગીદાર તરીકે ચિરાગ થોભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ત્રણેય આરોપીઓની વિધિવત રીતે ધરપકડ કરી હતી.આ આલ્કોહોલ યુક્ત પીણાંની બોટલો પંજાબ રાજ્યના સંગુર ખાતે આવેલી નારાયણ હર્બલ નામની ફેક્ટરીમાં તૈયાર થઈ હોવાનું જણાવતા આસંદર્ભેપી.આઈ. ટી.સી.પટેલ 2  તથા પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા  અનુભવી પોલીસ સ્ટાફની ટીમ મારફતે આ પ્રકરણમાં પંજાબના સંગુર તાલુકાના પ્રતાપ નગર ખાતે રહેતા પંકજ બ્રિજમોહન ખોસલા નામના શખ્સની અટકાયત કરી હતી.

આરોપી પંકજ ખોસલા દવાની કંપનીમાં ત્રણેક વર્ષ નોકરી કર્યા બાદ તેના અનુભવના આધારે પંજાબના સંગુર ખાતે નારાયણી હર્બલ નામથી આયુર્વેદિક દવા બનાવવાની ફેક્ટરી ઊભી કરી હતી. જેમાં પોતે અમુક બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ બનાવતો હતો. સાથે સાથે પોતે છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત રાજ્યના અમુક ગુનાહીત માનસ ધરાવતા લોકોનો સંપર્ક કરી, પોતે આયુર્વેદિક દવાની આડમાં ફક્ત આલ્કોહોલ યુક્ત પીણાંનું ઉત્પાદન કરી અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું.આ પ્રકરણમાં હવે પોલીસે ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ લીલાધરભાઈ થોભાણી, શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નઝીર બાનવા ને ફરી ધરપકડ કરીને પંજાબના પ્રતાપનગર ખાતે રહેતા પંકજ બ્રિજમોહન ખોસલાની પણ ધરપકડ કરી છે.

સઘન પુછતાછ ચાલુ કરી છે. જેમાં ખુલ્યું છે કે, નારાયણી હર્બલ ફેક્ટરીના નામથી આરોપી પંકજ ખોસલાએ પંજાબ સરકારના નીતિ-નિયમો મુજબ અમુક ચોક્કસ પ્રકારની આયુર્વેદિક બનાવટતૈયાર કરવા માટેના લાયસન્સ મેળવ્યા હતા. જેનો હેતુફેર કરી, પોતે આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરી અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરી, મહત્તમ માત્રામાં આ પ્રકારની આલ્કોહોલ યુક્તસી25ની બોટલોનું વેચાણ કરતો હોવાનું જાહેર થયું છે. જેથી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.