Abtak Media Google News

મન કી બાત પાછળ 830 કરોડનો ખર્ચ કરાયો તેવું ટ્વીટ કરનાર ઈશુદાન સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી

આપના ગુજરાત પ્રમુખ ઈશુદાન સામે એક ટ્વીટ બદલ ગુનો નોંધાયો છે. મન કી બાત પાછળ 830 કરોડનો ખર્ચ કરાયો તેવું ટ્વીટ કરનાર ઈશુદાન સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ એફઆઈઆરને એક નાગરિક દ્વારા મળેલી ફરિયાદ પછી નોંધી છે. ઈસુદાન ગઢવી સામે આરોપ લગાવાયો છે કે તેમણે એક ટ્વિટ કરી વડાપ્રધાન મોદીના મનની વાત કાર્યક્રમના ખર્ચને લઈ ફેક ન્યૂઝ અને ખોટી માહિતી પ્રકાશિત કરી છે.

ઈસુદાને વધુમાં કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓએ પણ આનો વિરોધ કરવો પડશે, કારણે માત્ર આ લોકો જ આ કાર્યક્રમને સાંભળે છે. ત્યારપછી ફરિયાદીએ આક્ષેપ લગાવ્યો છે કે ઈસુદાન ગઢવીએ ફેક ન્યૂઝ આપી લોકોને ભ્રમિત કર્યા છે.

ઈસુદાન ગઢવીએ જે ટ્વીટ કર્યું હતું એના પર પીઆઇબી  ફેક્ટ ચેક દ્વારા ખરાઈ કરાઈ રહી હતી. ફેક્ટ ચેકમાં સામે આવ્યું કે તેમણે કરેલા દાવાઓ તદ્દન ખોટા છે. ત્યારપછી એક નાગરિકની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી. પછી ઈસુદાન વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો

ઈસુદાને ટ્વિટ તુરંત ડિલિટ પણ કરી નાખ્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100મા મન કી બાત કાર્યક્રમના ખર્ચને લઈ પહેલા ટ્વીટ કર્યું હતું. જોકે ત્યારપછી થોડા સમય બાદ જ તે ડિલિટ કરી દીધું હતું. આમાં ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે મન કી બાત કાર્યક્રમના એક એપિસોડનો ખર્ચો 8.3 કરોડ રૂપિયા છે તો 100 એપિસોડનો ખર્ચો 830 કરોડ રૂપિયા આસપાસ છે. ટેક્સની રકમ તો અહીં જ વેડફાઈ રહી છે.

ઈશુદાન સામે કઈ કઈ કલમો લગાવાય ?

ઈશુદાન ગઢવી સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં 153 (હોબાળો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણી કરવી), 500 (બદનક્ષી), 505(1)(બી) અને (સી) (ડર ફેલાવવાના ઈરાદાથી અફવા કે અહેવાલ પ્રકાશિત કરવો અથવા લોકોને રાજ્ય વિરુદ્ધ અથવા જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધ ગુનો કરવા માટે ઉશ્કેરવા) અને 505(2) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવના પેદા કરવા અથવા તેને પ્રોત્સાહન આપતા નિવેદનો) આ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.