Abtak Media Google News

૨૬ ઓગષ્ટ સુધીમાં નિયત ફોર્મમાં અરજી પહોંચાડવાની મૂદત

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ નેશનલ મિશન ઓન કલ્ચરલ મેપીંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં તૈયાર કરવાના થનાર છે.

જેમાં દ્રશ્ય (વાસ્તુ શિલ્પ, મૂર્તિકલા/શિલ્પ, ચિત્રકલા, ફોટોગ્રાફી) પ્રદર્શન (ગાયન, વાદન, નુત્ય, નાટક/રંગમંચ, કઠપુતળી) સાહિત્ય (મૌખિક, લિખિત)  ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય તેવા કલાકારો એ પોતાની માહિતી નિયત નમુનામાં આપવા અનુરોધ કરવામાં આવેલ છે. આ  નિયત નમુનાનું ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં. ૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતેથી મેળવી તા.૨૬/૦૮/૨૦૨૦ સુધીમાં ભરવાનું રહેશે. કલાકારોએ જૂનાગઢ જિલ્લાના રહેવાસી અને કોઈ પણ એક જિલ્લામાં જ પોતાની વિગતો આપવાની રહેશે, તેમ જિલ્લા રમત ગમત અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.