Abtak Media Google News

નાગરિકોને અભિનંદન આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ‘સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦’ અંતર્ગત દેશના ટોચના ૧૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરો સુરત (બીજો ક્રમ), અમદાવાદ (પાંચમો ક્રમ), રાજકોટ (છઠ્ઠો ક્રમ) અને વડોદરા (દસમો ક્રમ)નો સમાવેશ થવા બદલ સૌ સફાઈકર્મીઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સ્વચ્છ ભારત અભિયાન’ની પહેલથી સમગ્ર દેશમાં  સ્વચ્છતા અંગે નવી સકારાત્મક માનસિકતા ઉજાગર થઈ, ‘સ્વચ્છ ભારત અભિયાન’ એક જનઆંદોલન બન્યું અને તેનું પરિણામ આજે આપણી સમક્ષ છે. આજે રાજ્યના ચાર શહેરો દેશના ટોચના ૧૦ શહેરોમાં સમાવેશ થયો છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની માત્ર એક અપીલથી આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વછાગ્રહના સંકલ્પને આજે સમગ્ર દેશે ચરિતાર્થ કરવાનું બીડું ઉપાડયું છે. સ્વચ્છતાની બાબતમાં આજે દેશના અલગ અલગ ક્ષેત્રો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.