Abtak Media Google News

ઓગસ્ટમાં બીજા અનેક ડિપ્રેશન બનશે: 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે: 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ રહેશે

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે હવે 26 જુલાઈથી દરિયામાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે. ઓગસ્ટમાં બીજા અનેક ડિપ્રેશન બનશે અને 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે તેમજ 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ રહેશે.આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. આગામી 26મી જુલાઈએ દરિયામાં ડિપ્રેશન સર્જાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.

ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.