Abtak Media Google News

મુળ અમરેલી અને હાલ રાજકોટ રહેતા દિવ્યાંગ વિપુલ બોખરવાડીઆને ગીનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

જરૂર હોય છે માત્ર મક્કમ મનોબળની… અહીં હતાશા, નિરાશા કે જીવનમાં રહી ગયેલી કોઈ ખોટ સામે કપરા સમયમાં પણ મજબૂત ઈરાદાથી આરંભ થયેલ કોઈપણ અશક્ય કામ શક્ય કરવું ભલે સહેલું ન હોય,  શક્ય તો છે…. જ તે વાતને મૂળ અમરેલીના અને હાલમાં રાજકોટ રહેતા એક વિકલાંગ યુવકે સાબિત કરી બતાવ્યું છે. અને આજના યુવાનોને હતાશા છોડી એક ગોલ બની પોતાના જીવન સફરને સફળતાના શિખરે લઈ જવાની પ્રેરણા પણ આપી છે… માત્ર બે વર્ષની ઉંમરે પોલિયાનો ભોગ બનેલ આ યુવકે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારને વિકલાંગ હોવા છતાં સર કર્યો છે, અને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે.

આજના યુવક યુવતીઓ કોઈ સામાન્ય બાબતની અસફળતા અથવા અપૂર્ણતાને કારણે ભારે હતાશાનો ભોગ બની પોતાના ગોલ સુધી પહોંચવામાં અસફળ રહેતા હોય છે. પરંતુ જ્યારે મક્કમ મનોબળને સાથે રાખી કોઈ કાર્ય આરંભાય તો સફળતા શક્ય જ છે. તેવી પ્રેરણા આપતા મૂળ અમરેલીના અને હાલ રાજકોટ ખાતે રહેતા 40 વર્ષીય વિકલાંગ યુવક વિપુલભાઈ બોખરવાડીયાએ નવમી વખત ગિરનારને સર કરતા જણાવ્યું છે કે, માણસનું શરીર વિકલાંગ હોય છે, પણ આત્મા કદી વિકલાંગ હોતો નથી. મને મા અંબાજી અને ભગવાન દત્તાત્રેય ઉપર ભારે શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાને જીવંત રાખી મક્કમતા સાથે હું જુનાગઢ આવું છું, અને થોડી કઠિનાઈ વેઠીને પણ ગિરનાર પર્વત ચડી ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબાજી અને ભગવાન દત્તાત્રેયની સાથે તમામ દેવી-દેવતાઓના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવું છું. એ સાથે હું આજના યુવાનોને ઉપદેશ નહીં પણ સંદેશો આપું છું કે, એકવાર કોઈ ધાર્યું કામ કરવા માટે હતાશા, નિરાશા છોડી એક ગોલ બનાવી મનને મક્કમ કરી આગળ વધો, સફળતા તમારી સામે દોડી આવશે.

શારીરિક રીતે વિકલાંગ પણ મજબૂત માનસિક મનોબળ ધરાવતા વિપુલભાઈ બોખરવાડીયા ને બે વર્ષની ઉંમરે જ પોલિયો જેવી બીમારી થઈ જતા બંને પગે અપંગ બન્યા હતા, પરંતુ તેમણે હાથના મદદ થી ચાલવાનું શરૂ કર્યું હતું. અને ગરવા ગઢ ગિરનાર ની અનેક વાતો તેમના બાલ્ય અવસ્થામાં સાંભળી હતી તે સાથે કુદરતી રીતે માં અંબાજી અને ગુરુદત્તાત્રેય પર અપાર શ્રદ્ધા જાગી હતી. ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે, મારે એક વખત ગિરનાર ચડવું છે. અને તેમણે આ વાત તેમના મિત્ર વર્તુળોમાં કરતા સૌ મિત્રો અને પરિવારજનોએ સપોર્ટ કર્યો હતો. અને વિપુલભાઈ બોખરવાડિયા એ પ્રથમ વખત ગિરનાર પર્વત સર કર્યા બાદ વારંવાર પોતાના મિત્રો સાથે ગિરનારની યાત્રાએ આવે છે, અને પગથિયા ચડી માં અંબા અને ગુરુદત્તાત્રે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વર્ષ 2018 માં તેમણે પાંચમી વખત ગિરનાર કર્યો હતો ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું હતું. અને ગત રવિવારે તેમણે નવમી વખત 20 કલાકમાં ગિરનાર પર્વતનું ચઢાણ અને ઉતરાયણ સફળ રીતે પૂર્ણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.