Abtak Media Google News

જુનાગઢ મનપા દ્વારા   રસ્તાની કામગીરી દરમિયાન ઝાંઝરડા રોડ પર ગટરના ઉંચા ઢાંકણાને કારણે બે દિવસ અગાઉ સર્જાયેલા એક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જુનાગઢના એન્જિનિયરિંગના અભ્યાસ કરતા એક 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે .

Advertisement

ગટરના ઢાંકણા સાથે બાઈક અથડાતા એન્જિનિયરીંગ છાત્રના મોતથી પરિવારમાં શોક

જૂનાગઢના મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 22 વર્ષીય યુવક મોહિત દિપકભાઈ પૈડા બે દિવસ પહેલા ઝાંઝરડા રોડ ઉપર બાઈક પર પસાર થતા હતા. ત્યારે ખરાબ રસ્તા પરના ઊંચા ઢાંકણામાં બાઈક અથડાતા યુવાન ફંગોળાયો હતો અને તેનું માથું ડિવાઇડર સાથે ભટકાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને 108 દ્વારા આ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસની સારવાર બાદ મોહિત પૈડા નું મત થતાં પરિવારજનોમાં ગમગીની અને સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

જૂનાગઢના પૈડા પરિવારના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં અકાળે મોત થતા ભાંગી પડેલ મૃતકના પિતા દિપકભાઈ મનસુખભાઈ પૈડા એ જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરના આ રસ્તાના લીધે મેં મારો જુવાન જોધ દીકરો ગુમાવ્યો છે. પરંતુ આવા બીજા અકસ્માત ન થાય અને કોઈના પરિવારજનો મોતને ન ભેટે તેની મનપાએ કાળજી લેવી જોઈએ અને વહેલી તકે રસ્તા રીપેર કરવામાં આવે તેવી મારી બે હાથ જોડીને જુનાગઢ મનપા તથા જવાબદાર તંત્રને અનુરોધ છે. તેમ ચોધાર આંસુએ હાથ જોડી વિનંતી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.