Abtak Media Google News

ગઢવી શખ્સ સહિતના ૧૦ શખ્સો કુહાડી પાઈપ વડે કર્યો હુમલો: ત્રણ ઘવાયા

શાપરમાં ઘરના ડેલા પાસે બેસી આવારાગી કરતા શખ્સને ટપારતાં આવારા તત્વોએ પરિવાર પર કુહાડી અને પાઈપથી હુમલો કરતા ત્રણને સારવાર માટે અહીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં વિકાસ સ્કુલ કારખાના પાસેની શેરીમાં રહેતા અને પશુપાલન કામકાજ કરતા દેવીપૂજક પરિવાર પર તેજ વિસ્તારનાં રામસિંઘ ગઢવી અને ૧૦ અજાણ્યા શખ્સોએ જયસુખ ધીરૂભાઈ મકવાણા ઉ.૩૫, દેવરાજ ધીરૂભાઈ મકવાણા ઉ.૩૦ અને તેમની માતા બેનુબેન ધીરૂભાઈ મકવાણા પર કુહાડી અને પાઈપથી હુમલો કર્યો હતો. મકવાણા પરિવાર ઘરના ડેલા પાસે બેસી દારૂ પીને આવારાગીરી કરતા રામસિંઘ ગઢવીને ટપારતા તેનો ખાર રાખી હુમલો કરવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યુંં હતુ ઈજાગ્રસ્તોને સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.