દામનગરના ખેડૂત પુત્રએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં ગૌરવ વધાર્યુ

દામનગર નો સામાન્ય ખેડૂત પરિવાર નો પુત્ર જિલ નારોલા દભાલી ચેમ્પિયન થી લઈ આંતરરાજ્ય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સુધી પહોંચીયો  મોહનભાઇ મુળજીભાઈ નારોલા પરિવારના પૌત્ર મનસુખભાઇ ધનજીભાઈ નારોલા નો પુત્ર  જિલ મનસુખભાઇ નારોલા ની ખેલાડી ક્રિકેટ ટીમ અમરેલી વડોદરા અમદાવાદ મુંબઈ કલકતા નાસિક શિરડી સાથે ગુજરાત ક્રિકેટ ટીમ માં રમ્યા બાદ દિલ્હી ટીમ સાથે પસંદગી પામેલ જિલ મનસુખભાઇ નારોલા એકદમ સામાન્ય ખેડૂત પરિવાર માંથી ક્રિકેટ ટીમ માં સુધી શોખ સંઘર્ષ અને અપાર મહેનત થી આંતરરાજ્ય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સુધી સ્થાન પામી સમગ્ર શહેર નું ગૌરવ વધાર્યું છે

સાહિત્ય સંગીત રમત કલા એ પ્રકૃતિ ની પુત્રી છે “ચિતારો સે આગે ઔર ભી જહાં હૈ” સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા જિલ નારોલા નું અપાર સાહસ રંગ લાવ્યું થોડા જ સાહસ ના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વ માં અકાળે ઓલાઈ જતી હોય છે ત્યારે જિલ નારોલા ની ધગશ ક્રિકેટ પ્રત્યે નો લગાવ તેમનો અદમ્ય ઉત્સાહ તને આગામી દિવસો માં એક સારા દેશપ્રેમી ખેલાડી તરીકે જોઈ રહી છે સામાન્ય ખેડૂત પરિવાર ના જિલ મનસુખભાઈ નારોલા એ ક્રેકેટ જેવી રમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ બદલ ઠેર ઠેર થી શુભેચ્છા મેળવી રહ્યો છે.