Abtak Media Google News

કેન્દ્રની સંશોધન ટીમને સફળતા 50 ટન ખાતરનો ‘બોણી’નો ઓર્ડર બુક

દેશના કુલ મીઠા ઉત્પાદનના 70 ટકા જેટલુ મીઠુ પકવતા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી એમ.ઓ.પી ખાતર બનાવવાનું આયોજન થઈ રહ્યુ છે. કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટીલાઈઝર લી.દ્વારા અહીં કરોડો રૂપિયાના ખર્ચે યુનિટ સ્થાપવામાં આવનાર છે. દસાડા તાલુકાના ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાનાં યુનિટની સ્થાપના થવાની છે.

ભારત સરકારના નેશનલ ફર્ટીલાઈઝર લીમીટેડના ડાયરેકટર કોહલી અને એન્જિનિયરોની ટીમે તાજેતરમાં ખારાઘોડા રણની મુલાકાત લીધી હતી અને રણમાં જમીનમાંથી નીકળતા ડીગ્રી વાળા પાણીમાંથી બનતા મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશ ઉત્પન્ન કરી તેમાંથી એમ.ઓ.પી. ખાતર બનાવવાની શકયતા તપાસતા સફળતા મળી હતી આથી નેશનલ ફર્ટીલાઈઝર લીમીટેડ દ્વારા અહીં કરોડોના ખર્ચે એમ.ઓ.પી. ખાતર યુનિટ શરૂ કરવામાં આવશે. પ્રારંભીક ધોરણે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને ખારાઘોડા રણમાં 50 ટન પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર પણ આપી દેવાયો છે. નેશનલ ફર્ટીલાઈઝર લી.ના મેનેજર કે.એસ. દહીયાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં માત્ર ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટેજ પાણીમાંથી એમ.ઓ.પી. ખાતર બનાવવાની શકયતા ઉજળી છે.

વેસ્ટ પાણીનો બેસ્ટ ઉપયોગ થશે:કચ્છના નાના રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી એમઓપી ખાતર બનાવાશે, ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને પ્રાયોગિક ધોરણે 50 ટન પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર અપાયદેશના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું ગુજરાતમાં પાકે છે. હવે ખારાઘોઢા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાની પરિકલ્પના સાકાર થશે. આગામી દિવસોમાં ભારત સરકારના નેશનલ ફર્ટીલાઇઝર લિ. દ્વારા ખારાઘોઢામાં કરોડો રૂ.ના ખર્ચે એમઓપી ખાતર યુનિટ શરૂ કરશે. જે અંતર્ગત ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને પ્રારંભિક ધોરણે ખારાઘોઢા રણમાં 50 ટન પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર પણ આપી દેવાયો છે.

થોડા સમય અગાઉ દિલ્હી પાસે આવેલા નોઇડા ખાતે આવેલા ભારત સરકારના નેશનલ ફર્ટીલાઇઝર લિમીટેડના ડાયરેક્ટર કોહલી અને ઇજનેરોની ટીમેં ખારાઘોઢા રણની મુલાકાત લઇ પડાવ નાખ્યોં હતો. અને ખારાઘોઢા રણમાં જમીનમાંથી નિકળતા ડીગ્રીવાળા પાણીમાંથી બનતા મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશ ઉત્પન્ન કરી એમાંથી એમઓપી ખાતર બનાવવાની શક્યતા તપાસતા એમાં સફળતા પ્રાપ્ત થઇ હતી. આ અંગે નેશનલ ફર્ટીલાઇઝર લિ.ના મેનેજર કે.એસ.દહીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ખારોઘોઢા રણમાં મીઠાના વેસ્ટેજ પાણીમાંથી એમઓપી ખાતર બનાવવાની શક્યતા ઉજળી છે.

જ્યારે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટીસ્ટ એમ.આર.ગાંધીના જણાવ્યાનુસાર હાલમાં તો પ્રારંભિક ધોરણે 50 ટનનો ઓર્ડર મળ્યો છે. જ્યારે આ અંગે ખારાઘોઢા સોલ્ટ એશોશિયેશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઇ રબારીએ જણાવ્યું કે, ખારાઘોઢા રણમાં ભાવનગર સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મીઠાના બે પાટામાં મીક્સ સોલ્ટમાંથી પોટાશ જુદુ પાડવાની પ્રારંભિક પ્રક્રિયા હાથ ધરાશે.

મીઠાના વેસ્ટ પાણીમાંથી આ રીતે ખાતર બનશે

રણની જમીનમાંથી નિકળેલા પાણીમાંથી મીઠું પાકી ગયા બાદ વધારાનું વેસ્ટ પાણી બીજા ક્યારામાં નાખી તેને પૂરતું સૂકવી નખાશે. ત્યારબાદ હીટ આપવાની સાથે વિવિધ પ્રોસેસમાંથી પસાર થયા બાદ એમાંથી પોટાશ બનાવવામાં આવશે. જે એમઓપી ખાતર બનાવવા માટે ખુબ ઉપયોગી છે.

ખારાઘોડા સોલ્ટ એસો.ના પુર્વ પ્રમુખ હિંગોરભાઈ રબારીએ જણાવ્યુ હતું કે ખારાઘોડા રણમાં ભાવનગર સોલ્ટ રીસર્ચ ઈસ્ટીટયુટ દ્વારા મીઠાના બે પાટામાં મીકસ સોલ્ટમાંથી પોટાશ જુદા પાડવાની પ્રારંભીક પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટટયુટના ચીફ સાયન્ટીસ્ટ એમ.આર.ગાંધીએ જણાવ્યુ કે, હાલમાં તો પ્રારંભીક ધોરણે 50 ટનનો ઓર્ડર મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.