Abtak Media Google News

આજે વિશ્ર્વ ટી.બી. દિવસ

ગુજરાતમાં કેન્સર, એઇડસ અને ટી.બી. જેવા વિવિધ રોગો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વિશ્ર્વ ટી.બી. નિવારણ દિવસ છે.

વૈશ્ર્વિક સ્તરે ટી.બી. (ક્ષય) નિવારણ તથા જનજાગૃતિ બાબતે આજે વિવિધ આયોજન થશે. એઇડસ, ટી.બી. બન્નેમાં રોગ પ્રતિકારક શકિત ધટવાને કારણે બીજી ઇન્ફેકશનો ઝડપથી લાગવાથી રોગની સાથે વિવિધ દર્દો સાથે ફુલબ્લો દર્દી બનતા તેને ફરી સાજો કરવા એન્ટી રીટ્રોવાઇવલ દવા દેવી પડે છે.

એઇડસમાં પણ ટી.બી. કમળાનું ઇન્ફેકશન વધારે જોવા મળ્યું છે. એચ.આઇ.વી. શરીરમાં દાખલ થયા બાદ તેને ટી.બી. કમળાનું ઇન્ફેકશન ઝડપથી લાગે છે.

પાન, તમાકુ, ધ્રુમપાન કે કારણે કેન્સર ના દર્દીઓ પણ ગુજરાતમા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રજામાં જનજાગૃતિ લાવવાની જરૂર છે.

ગુજરાતમાં સૌથી વધુ મોત ક્ષય (ટી.બી.)ને કારણે જોવા મળી રહ્યા છે. યુવા વર્ગમાં પણ હવે ટી.બી. નું ઇન્ફેકશન જોવા મળી રહ્યું છે. ટી.બી. થી સૌથી વધુ પંચ મહાલ જીલ્લામાં ૭૦૫, ખેડા જીલ્લામાં ૬૩૦૫ અને મહેસાણા જીલ્લામાં ૬૦૨ લોકોના મોત થયા છે.

ટી.બી. નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાલ રાજયમાં ૨.૨૫ લાખ દર્દીઓ છે. જે પૈકી ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ અંતિત દશ હજારથી વધુ મોત થયા છે. હાલ ક્ષય સાથે દર્દી લાંબો સમય તંદુરસ્તી સાથે જીવી શકે તેવી દવા ઉપલબ્ધ છે. સરકારી કાર્યક્રમ મુજબ આવા દર્દીઓને ઘેર દવા મળી જાય તેવી પણ સગવડ છે.

ટી.બી. (ક્ષય) થી લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકજાગૃતિ થોડી સાવચેતી પોષ્ટિક આહાર સાથે આપણી લાઇફ સ્ટાઇલ બદલવાથી પણ આપણે જરૂર બચી શકીએ છીએ.

કેન્સર એઇડસ ટી.બી. જેવા વિવિધ રોગો સામે જનજાગૃતિ એક જ રામબાણ ઇલાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.